શતાબ્દી વર્ષ બાદ નગરમાં સંધ દ્વારા દરેક સ્થાન પર શાખા તથા દરેક વસ્તીમાંથી દરેક પરિવારમાંથી એક વ્યક્તિ સ્વયંસેવક બને તથા સંઘકાર્યમાં જોડાય. શતાબ્દી વર્ષમાં જ દાહોદ જિલ્લા માટે એક નવો અવસર પ્રાપ્ત થયો છે, જિલ્લા કાર્યાલય નિર્માણ આજ સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ જિલ્લાનું કાર્યાલય પણ દરેક સમાજના સહયોગથી નિર્માણ થયું છે અને તેનું લોકાર્પણ પણ એ જ દિવસે થશે. આ ઉત્સવમાં દાહોદ જિલ્લાના દરેક તાલુકામાંથી સંઘના સ્વયંસેવક સહપરિવાર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી પધારેલ સૌ લોકો માટે સાથે જ ભોજન માટેની વ્યવસ્થા કરેલ છે, માટે આપ સૌ આ શતાબ્દી વર્ષના ઉત્સવમાં સહ પરિવાર સહભાગી થાવો તેવી અભ્યર્થના
વધુમાં આવનારા સમયમાં શતાબ્દી વર્ષના સાત કાર્યક્રમમાંનો પહેલો કાર્યક્રમ વિજયાદશમી પૂર્ણ થયા બાદ વસ્તી સહ હિન્દુ સંમેલનો, પ્રમુખ જન ગોષ્ઠી, સામાજિક સદભાવ બેઠકો, ઘર ઘર સંપર્ક, યુવા સંમેલન, મહત્તમ સ્થાન ઉપર મહત્તમ શાખા જેવા વર્ષ દરમિયાન ચાલનારા આ સાત કાર્યક્રમો સંઘે આયોજન કરેલું છે.