Sunday, December 29, 2024
Google search engine
HomeDahod - દાહોદકડાણા યોજનાના PHASE – 2 નું લોકાર્પણ : દાહોદ શહેરની વર્ષોથી ચાલી...

કડાણા યોજનાના PHASE – 2 નું લોકાર્પણ : દાહોદ શહેરની વર્ષોથી ચાલી આવતી પાણીની પ્રાણપ્રશ્ન રૂપી સમસ્યાનો અંત

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD BUREAU

          દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના લોકોની પાણીની વર્ષો જૂની સમસ્યા હલ થવા જઈ રહી છે. આની પહેલ જ્યારે આપણા લોક લાડીલા વડાપ્રધાન જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે આની પહેલ થઈ હતી. અને ત્યારબાદ PHASE – 1 નું લોકાર્પણ જેતે વખતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરી હતી અને આવતી કાલે PHASE – 2 નું લોકાર્પણ રાજ્ય મંત્રી વલ્લભભાઈ કાકડીયા, પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઈ ખાબડ અને આદિજાતિ મંત્રી (ભારત સરકાર) જસવંતસિંહ ભાભોરના વરદ્દહસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે દાહોદ શહેરના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. કારણ કે દાહોદમાં વર્ષોથી પાણીની સમસ્યા હતી અને દર 3 થી 4 દિવસે મળતું પાણી અંદાજે 1 માસ પછી દર 1 દિવસ છોડીને મળશે અને ત્યારબાદ થોડો સમય જતાં દરરોજ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે કે જેથી દાહોદના લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. અને આનો શ્રેય લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. અને જે તે સમયે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે આ યોજનાને મંજૂરી આપી કડાણાનું પાણી દાહોદ લાવવાનું મંજૂર કર્યું હતું ત્યારબાદ સત્તા પર જે પણ આવતા ગયા તેઓએ પણ આ પ્રયત્નો ચાલુ રાખીને દાહોદના પાણી માટે પ્રયત્નશીલ રહ્યા અને આખરે ભાજપ સરકાર દ્વારા દાહોદને પાણી મળ્યું છે જેનું આવતી કાલે 14મી એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે લોકાર્પણ છે જેની દાહોદની જનતામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

locarpan-640x574
વડાપ્રધાન મોદીની પહેલ થી દાહોદનો પાણીનો પ્રશ્ન કાયમ માટે ઉકેલાયો. અત્યાર સુધી દર 3 દિવસે મળતું પાણી થોડા વખતમાં દરરોજ મળતું થશે.
દાહોદમાં બનેલ નવીન બસ સ્ટેશનનું પણ લોકાર્પણ વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયાના વરદ્દહસ્તે કરવામાં આવશે. તથા જીલ્લામાં અનુસુચિત જનજાતિ માટે આદિવાસી ભવનનું ખાતમુર્હત સિંધી સોસાયટીની સામે જ્યાં અત્યારે ગૌશાળા છે ત્યાં પરંતુ અત્યારે એ ગૌશાળા હટાવ્યા વગર તેનો શિલાન્યાસ કરે તો ના ચાલે માટે દાહોદ નગર પાલિકાએ કાયમી ધોરણે આ ગૌશાળાને રળીયાતી રોડ પર હાઉસિંગ બોર્ડના મકાનો જ્યાં બન્યા છે ત્યાં 1 એકર જગ્યા ફાળવેલ છે ત્યાં ગૌશાળા બનાવવામાં આવશે અને તે દાહોદ નગર પાલિકાની દેખરેખમાં ચાલશે અને નગર પાલિકા ધારાધોરણ અને નિયમો હેઠળ કામ કરશે. એટ્લે પહેલા ગાયો માટે 1 એકર જમીનની ફાળવણી કરી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ જ આદિવાસી ભવનનું નિર્માણ થશે. આ બધી બાબતોનું ધ્યાન રાખીને દાહોદ નગરપાલિકાની ભાજપ સરકારે કાર્ય કર્યું છે. અને આ ગૌશાળા માટે જમીનની ફાળવણી કરવામાં આવી ગઈ છે.

locarpan-640x574
આદિવાસી ભવનનું જ્યાં લોકાર્પણ છે ત્યાં ચાલતી ગૌશાળાને સલામત સ્થળે દાહોદ નગર પાલિકા દ્વારા 1 એકર જગ્યાની ફાળવણી
ત્યારબાદ મંત્રીઓ દ્વારા ઓનલાઈન ડોક્યુમેંટ સ્ટોરેજ (ડીજીટલ લોકર) સુવિધા માટે લોકોમાં જન જાગૃતિ લાવવા માટે ની માહિતી પણ આપવામાં આવશે. આ ડીજીટલ લોકર એટ્લે કે આ લોકરમાં આપણા પોતાના અંગત ડોક્યુમેંટ જેવાકે AADHAAR, PAN Card, PASSPORT, ELECTION CARD, RATION CARD કે અભ્યાસને લગતી દરેક ધોરણની માર્કસીટ, સર્ટીફીકેટને આપણે આ લોકરમાં સેવ કરી લઈએ તો આપણને ગમે તે જગ્યાએ આપણા ડોક્યુમેંટ સાથે ન લઈ જઈ આ લોકરની પીન નંબર જે તે જગ્યાએ આપી આપણે આપણા ડોક્યુમેંટ વેરિફાઇ કરાવી શકીએ છીએ. તેના વિષે પણ વધુ માહિતી આપવામાં આવશે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.locarpan-640x574

દેશ વિદેશ ફરવા જતાં અથવા કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યુ કે કોઈ અગત્યના કામ માટે જતાં ડૉક્યુમેન્ટ ખોવાઈ જઇ મુશ્કેલીમાં મુકાઇ જતાં ડીજીટલ લોકરનો પીન નંબર આપતા વેરિફિકેશન કરવી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments