NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ નગરપાલીકા કર્મચારીઓની દીવાળી સુધરી ભાજપ શાસીત દાહોદ નગરપાલીકા દ્વારા આજે સાધારણસભા પાલીકાના ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી. બપોરે યોજાયેલ સામાન્ય સભામાં પાલીકા વિસ્તારમાં બાકી રહેલા રસ્તાઓના કામો સત્વરે પુરા કરવાની દરખાસ્ત મુકાઈ હતી તેમજ આગલી સભાની તમામ દરખાસ્તને બહાલી અપાઈ હતી. દાહોદ સ્માર્ટ સિટીમાં સમાવેશ થતાં નગરના પ્રવેશ દ્વારો પર સ્માર્ટ સિટીના ગેટ બનાવવાની દરખાસ્તને બહાલી આપવાની સાથે નગરપાલીકાના કર્મચારીઓને વર્ષ 2010 થી 2015 સુધીનો છઠ્ઠા પગાર પંચનો મળવાપાત્ર તફાવત તાત્કાલીક ચુકવવાની દરખાસ્ત કરાતા કર્મચારીઓની દીવાળી સુધરી ગઈ હતી પાલીકાના કર્મચારીઓને આજ રોજ એક કરોડ પંચોતેર લાખનો ડીફરન્સ પેન્સનરો, પટાવાળા તથા સફાઈ કર્મચારીઓને ચુકવાયો હતો તેમજ બાકી રહેલા 75 લાખ બાકીના કર્મચારીઓ પૈકી સુપરવાઇઝરો અને કલાર્કોને 10 દીવસમાં ચુકવવામાં આવશે એવી જાહેરાતથી તમામ કર્મચારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.