તા.૦૩/૧૧/૨૦૨૪ ને રવિવારના રોજ ભાઈબીજનો પવિત્ર તહેવાર ના દિવસે દાહોદ ના ઈન્દોર હાઇવે પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા અન્નકૂટ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં બાઈ ભાઈ હરિભક્તો એ પોતે પોતાના ઘરે અંદાજે ૫૦૦ જેટલી શુદ્ધ અને સાત્વિક વાનગીઓ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુણાતિતાનંદ સ્વામી અને ગુરુ પરંપરા કે જેમાં પૂ. યજ્ઞપુરુષ દાસ સ્વામી (શાસ્ત્રીજી મહારાજ), પૂ. યોગીજી મહારાજ, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરૂહરિ પૂ. મહંત સ્વામી મહારાજ ની મૂર્તિ આગળ આ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
એક અંદાજે લગભગ ૧,૨૦૦ (એક હજાર બસ્સો) જેટલા બાઈ ભાઈ હરિભક્તોએ આ અન્નકૂટ ઉત્સવનો લાભ સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી લાભ લીધો હતો. અન્નકૂટ ઉત્સવ બાદ પૂ. સંતો દ્વારા અન્નકૂટ ઉત્સવ પર કથાવાર્તા નો લાભ આપ્યો હતો. ત્યારબાદ પંચામૃત ભોજન પ્રસાદીનો લોકોએ લાભ લીધો હતો…
Byte : > > પરેશભાઈ પરમાર > > દાહોદ ક્ષેત્ર નિર્દેશક