THIS NEQS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક આવેલ ખૂટનખેડા ખાતે એક મકાનમાં સૉર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મકાન પ્રકાશભાઈ મોઢિયાની માલિકીનું હોવાનું જાણવા મળેલ છે. અને તેઓ આ મકાનમાં કરિયાણા અને ફટાકડાનો ધંધો કરતા હતા. ઘરમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગ લાગતા ઘરમાં ધંધાર્થે રાખેલ ફટાકડાઓમાં પણ આગ લાગી ગઈ હતી અને સમગ્ર મકાન બળીને ખાખ થઇ ગયું હતું આ બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકોએ આગ ને ઓલવવા અને તેના પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો પરંતુ ફટાકડામાં આગ લાગવાના કારણે સમગ્ર ઘરમાં આગ પ્રસરી ગઇ હતી. અને આગ પર કાબુ મેળવી શકાયો ન હતો, ત્યારે આગ ઉપર કાબુ મેળવવા માટે દાહોદ, લીમડી અને ઝાલોદના ફાયર લાશ્કરોને બોલાવવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો મકાનમાં રાખેલ સમગ્ર ઘર વખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી
આ બનાવની જાણ થતા લીમડી PSI એમ.એલ. ડામોર પોલીસ સ્ટાફ સાથે તથા દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના ની જાણકારી મેળવી હતી.