THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં સબરાળા ગામે કોતરમાં ડૂબી જવાથી યુવકનું મોત. સબરાળા ગામના પાસે આવેલ ખાન નદીના કોતરમાં યુવક ડૂબ્યો. બે મિત્રો કોતર ઉપર ન્હાવા ગયા હતા. તેમાંથી એક નદીના કિનારે કપડાં ધોતો હતો અને બીજો મિત્ર તરતા તરતા વચ્ચે ઊંડા પાણી બાજુ ગયો અને અચાનક અંદર ખીચાઈ ગયો હતો. પોતાના મિત્રને ડૂબતા જોઈ બુમાબૂમ કરતા ગામ લોકો દોડી આવ્યા હતા. પણ લોકો આવે તે પહેલા યુવક ડૂબી ગયો હતો. ગામ લોકોનો પ્રયત્ન નિસફળ જતા નગર પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી. અને થોડા જ સમયમાં પાલિકાના લાસ્કારોની ટીમ પહોંચી ગઈ હતી. તેમને પણ સહકાર માટે દાહોદ ઘાંચીવાડાના તરવૈયાઓને બોલાવી તેમની મદદ થી 2 કલાક ની મહેનત પછી યુવકની લાશ શોધવામાં સફળતા મળી હતી. આ યુવકની ઉંમર 17 વર્ષની હતી. યુવક સબરાળા ગામનો વતની. તે યુવકની બોડીને નદીના કોતર માંથી બહાર કાઢી પી.એમ. માટે મોકલી અપાઈ. યુવકના પરિવારમાં ગહેરા શોકનો માહોલ છવાયો.