Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદBreaking : દાહોદ જિલ્લાના ઝાલોદ મામલતદારએ બાતમીના આધારે ડુપ્લિકેટ ચુંટણીકાર્ડ બનાવતા ત્રણ...

Breaking : દાહોદ જિલ્લાના ઝાલોદ મામલતદારએ બાતમીના આધારે ડુપ્લિકેટ ચુંટણીકાર્ડ બનાવતા ત્રણ ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • ઝાલોદ નગરના ગામડી રોડ પર આવેલ ઓનલાઈન ડુપ્લિકેટ ચુંટણી કાર્ડ બનાવી આપતા હોવાનુ ઝાલોદ મામલદાર જૈનીશ પાંડવને બાતમીના આધારે જાણવા મળતા ડમી ગ્રાહક મોકલી ત્રણ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા.
  • ઓનલાઈન ફોર્મ ભરી આપવાની દુકાન ધરાવતા ઇસમો મોટી રકમ વસુલી ઓનલાઈન ચુંટણી કાર્ડ બનાવી આપતા હોવાનુ કૌભાંડ બહાર આવતા પ્રિન્ટર, કમ્પ્યુટર મશીન સહીતના સાધનો કબજે લીધા હતા

મામલતદાર કચેરી ઝાલોદની મતદારયાદી શાખામાં એક અરજદાર દ્વારા અગાઉ કઢાવેલ ચૂંટણી કાર્ડ પુરાવા તરીકે ચાલતું નથી તેવી ફરિયાદ સાથે ફરીથી ચૂંટણી કાર્ડ કઢાવવા માટે આવે તેમના દ્વારા રજુ કરવામાં આવેલ ચૂંટણી કાર્ડની ચકાસણી કરતા ખોટું માલુમ પડેલ તેમણે રજૂ કરેલ ચૂંટણી કાર્ડ કઈ જગ્યાએ કઢાવેલ તેની પૂછપરછ કરતા તેઓ દ્વારા જાવેદ ડિજિટલ સોલ્યુશન, ગામડી ચોકડી ઝાલોદ નામની દુકાન પરથી આ ચૂંટણી કાર્ડ પર આવેલ હોવાનું જણાવેલ તેથી મામલતદાર જૈનીશ પાંડવ દ્વારા જણાવેલ દુકાનને નકલી ચુંટણીકાર્ડ કરી આપવામાં આવે છે કે કેમ તેની ખરાઇ કરવા અરજદારને તેમજ મામલદાર કચેરીના રેવન્યુ તલાટી અંકુર
પલાસને જાવેદ ડિજિટલ સોલ્યુશન, ગામડી ચોકડી, ઝાલોદ નામની દુકાન પર મોકલવામાં આવેલા હતા. જ્યાં અરજદારે જાવેદ ઈસ્માઈલ ગાંડા ને તાત્કાલિક ચૂંટણી કાઢી આપવા માટે જણાવેલ ત્યારે જાવેદે કહ્યું કે તમે પાસપોર્ટ સાઈઝનો ફોટો લઇ આવો હું તમને તાત્કાલિક ધોરણે ચૂંટણી કાર્ડ કાઢી આપીશ તેવું જણાવેલ તે વાતચીતનો વિડિયો રેકોર્ડિંગ તલાટી અંકુરભાઇ પલાસ દ્વારા કરવામાં આવેલ ડિજીટલ સોલ્યુશન ગામડી ચોકડી ખાતે નકલી ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે છે તેની પાકી બાતમી મળ્યા બાદ ઝાલોદ પ્રાંત અધિકારી આર.આર. ગેહલોત, મામલતદાર જૈનીશ પાંડવ તેમની સંયુક્ત ટીમ સાથે જાવેદ ડિજિટલ સોલ્યુશન, ગામડી ચોકડી, ઝાલોદની સ્થળ તપાસ કરતા દુકાન માલિક જાવેદ ઈસ્માઈલ ગાંડા,  સાહિલ સાજીત ગાંડા, વકાશ ઇરફાનભાઇ ગાંડા હાજર જણાઇ આવેલ. દુકાનની અંદર પ્રવેશતા ડાબી બાજુ ફક્ત ત્રણ દિવસમાં ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવશે. તેવું બેનર પણ લગાવેલું હતું. ટીમ દ્વારા તેમની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ દ્વારા ભારતીય ચૂંટણી પંચના NVSP In Portal દ્વારા ચૂંટણીકાર્ડ કાઢી આપવામાં આવે છે તેવું જણાવેલ. ટીમ દ્વારા તેનાં લેપટોપની ચકાસણી કરતા ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડની અનેક પીડીએફ ફાઈલો મળી આવેલ હતી.

આ ઇસમોએ અગાઉ છેલ્લા કેટલા સમયથી ફેકટરીની જેમ આ ડુપ્લિકેટ ચુંટણી કાર્ડ બનાવવાનો ધંધો કરતા હતા અને કેટલાયે રૂપિયાની આંધળી કમાણી કરી, કેટલાયે લોકોને ખોટા ચૂંટણીકાર્ડ આપ્યા હશે. અને કેટલાયે લોકોને સરકારી અર્ધસરકારી જગ્યાએ આ નકલી ચુંટણી કાર્ડ આપી આનો દૂર ઉપયોગ કર્યો હશે. તેની પણ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ઝીણવટ ભરી રીતે તપાસ થવી જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં આવા લોકો માથું ઊંચકી ન શકે અને આવા ખોટા ચૂંટણીકાર્ડ બનાવી સમાજને, જિલ્લાને,  રાજયને અને દેશના તંત્રને નુકશાન ન પહોચાડી શકે.

ઝાલોદ પોલીસ મથકે આ સંદર્ભે ફરિયાદ આપતા પોલીસે આગળ વધુ તપાસ શરુ કરી હોવાનુ જાણવા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments