BY – NEHAL SHAH –– Editor In Chief NewsTok24
આપણા દેશમાં આપણી લોકશાહીમાં થમ્પિંગ મેજોરીટીથી ચૂંટાયેલી સરકાર કોઈ નિર્ણય લે અને તે જનહિતમાં હોય તેમ છતાં વિરોધ પક્ષ આવા મુદ્દાઓ લઈને અમુક ચોક્કસ લોકોને ખોટી રીતે ઉશ્કેરી અને ગેરમાર્ગે દોરી દેશમાં હિંસા ભડકાવી શું સાબિત કરવા માંગે છે ? તેવું દેશના બીજા ફિકર કરનાર લોકો આ ઇટાલિયન ચશ્માંધારી મંડળીને પૂછી રહ્યા છે.
THIS REPORT IS SPONSORED BY –– RAHUL HONDA
શું ઇટાલિયન ચશ્માં ઇન્ડિયાને ભારતમાં પરિવર્તિત થતા નથી જોઈ શકતા ? હવે ખરેખર એ યુગ આવી ગયો છે કે ઇન્ડિયાનું ભારતમાં પુન: નિર્માણ થઈ રહ્યું છે. અને એનાથી આ ઇટાલિયન યુક્ત કૉંગ્રેસની બોખલાહટ જે ટ્રિપલ તલાક, કાશ્મીર 370, રામ મંદિર જેવા મહત્વના મુદ્દાઓના નિર્ણયથી અત્યાર સુધી રોકાયેલી હતી અને ગર્ભિત વિરોધ કરાવતી હતી તેના હાથમાંથી CAB જેવા અમેન્ડમેન્ટ થી સેક્યુલરીઝમ નામના પિક્ચરનું ધી એન્ડ થવાના આરે આવી ગયું છે.
હવે જો હજી રાહ જોશે તો બીજા મુદ્દાઓ કોમન સિવિલ કોડ, વસ્તી નિયંત્રણ જેવા એપિસોડ હજી બાકી છે. જે કદાચ આ ઇટાલિયન ગ્રુપ એવું માનતું હશે કે આ CAB અને NRC મુદ્દે લોકોને ગભરાવી દઈશું એટલે ઇનસિક્યોર હોવાનું માની મુસ્લિમ લોકો બળવો કરશે. પરંતુ લોકોએ શરૂઆતમાં પ્રતિસાદ ન આપ્યો તો ઇટાલિયન ગ્રુપે પાછલા દરવાજે અમુક ચોક્કસ રાજ્યોના મુસ્લિમ લોકોને આ મામલે ખોટો ભય ઉભો થાય તે માટે શરૂઆત દિલ્હીથી કરી અને સમગ્ર દેશના લોકો દિલ્હી સાથે જોડાયેલા હોય છે જેથી ત્યાં જે કોઈ ઘટના બને તે તરત જ કેન્દ્ર સ્થાને પહોંચી જાય અને આ મામલે આવુ જ થયું. દિલ્હી જામીયાની ઘટના બની અને દેશના અમુક રાજ્યો ભડકે બળ્યા. ખરેખર શુ છે ?
આ CAB અને NRC આવો જાણીએ. પણ એક પ્રણ લઈએ કે આ લેખ વાંચ્યા પછી આપણે જેટલું શક્ય બને તેટલા વધુને વધુ લોકોને આ વિશે સાચી હકીકત જણાવીશું.
NRC – National Register of Citizen. આ આર્ટિકલ મુજબ સાદી ભાષામાં આની વ્યાખ્યા કરીએ તો જે લોકો ભારતના નાગરિક નથી અને ૨૪ માર્ચ ૧૯૭૧ પછી ભારતમાં આવ્યા છે તે દરેક નાગરિકને ઇમિગ્રેશનની ટર્મીનોલોજી પ્રમાણે કહીએ તો ડીપોર્ટ કરવામાં આવશે. એ નાગરિક કોઈ પણ જ્ઞાતિનો હોય, તેની જ્ઞાતિ સાથે કોઈ લાગતું વળગતું નથી. આ કાયદો અસમમાં અમલી કરવામાં આવ્યો કરણ કે ૧૯૭૧ ના ભારત – પાકિસ્તાન યુદ્ધ સમયે ખૂબ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ અસમમાં ઘુસ્યા હતા. અને આજે પણ રહે છે. એટલે જ તે સમયે બાંગ્લાદેશ બનાવવાની જરૂર પડી. પણ અસમમાં ઇલલીગલ રીતે રહેતા બાંગ્લાદેશીઓ જેઓ અન્ય દેશ એટલે કે બાંગ્લાદેશના નાગરિક છે અને કોઈ પણ જાતના ભારત સરકારના પાસપોર્ટ કે વિઝા અથવા તો કોઈ પણ નાગરિકતા પત્રો વગર ગેર કાયદેસર રીતે રહી અને વસવાટ કરી રહ્યા છે. શું આ ભારતના નાગરિકો છે???? એમને દેશમાંથી ડિપોર્ટ કરવો ગુનો છે?? આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દેશમાં ગેરકાયદે રહેવું એ તો ગંભીર ગુનો છે જ. આપણે વિદેશોમાં જેમ કે સાઉદી, દુબઇ, અમેરિકા, યુ.કે., ચાઇના જેવા દેશોમાં શું તમે કોઈ લીગલ ડોક્યુમેન્ટ વગર રહી શકો છો ખરા??? તો પછી આપણા દેશમાં કોઈ ગેર દેશનો નાગરિક વર્ષો થી ઇલલીગલ રહેતો હોય તો તેને સરકાર કેવી રીતે રાખે. અને આ બધાં ઇલલીગલ આવા કેટલી મોટી સંખ્યામાં છે. જેમના લીધે આપણા દેશના લોકોને અમુક રાજ્યમાં પોતાનો હક મેળવવો મુશ્કિલ બની જાય છે. દાખલા તરીકે પશ્ચિમ બંગાળ. એટલે હાલની કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જે નિર્ણય લઈ રહી છે અને અમિત શાહ જે અમલ કરાવી રહ્યા છે અને સમજાવી રહ્યા છે તે ખરેખર એક ખૂબ સારી અને દેશ માટે તલ સ્પર્શી બાબત છે. ઇટાલિયન ગેંગે તો અત્યાર સુધી ખોટા લોકો માટે જ હકની લડાઈઓ લડી છે. અને NRC તો હજી સંસદમાં લવાયું પણ નથી તો આવતા પહેલથી જ આટલી ગેર સમાજ લોકોમાં કેમ ઉભી કરવી. NRC ના કાયદા મુજબ ભારતમાં રહેતા તમામ ઇલલીગલ ઇમ્મીગ્રન્ટ્સ જે કોઈ પણ જ્ઞાતિના હોય અને તેઓ અથવા તેમના વડવાઓ ૨૪ માર્ચ ૧૯૭૧ ના દિવસે અથવા તો તે પહેલા ભારતમાં આવી અને વસતા હોય તે સિવાય તમામ લોકો અન્ય દેશના નાગરિકો આવીને વસી રહ્યા છે તેમને દેશ છોડી દેવો પડે. આ કાયદા માટે ભારતના ગૃહ મંત્રી અમિત શાહ એ કહ્યું હતું કે દેશમાં NRC લાગુ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. પરંતુ દેશમાં હજી NRC તો લાગુ જ નથી કરાયું કારણકે આ બિલ હજી સંસદમાં લાવવામાં નથી આવ્યું. આ બિલનો હજી તો મુસદ્દો તૈયાર થશે સંસદના બંને સદનોમાં મુકાશે, ચર્ચાઓ થશે, બંને હાઉઝમાં પાસ થયા પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે જશે ત્યારબાદ જ NRC લાગુ થઈ શકે. પણ આ ઇટાલિયન ગ્રુપ ખાલી ચણો વાગે ઘણો જેવા તાગ કરી દેશની શાંતિ ડોહળી અને કોમી એખાલસતાને ડામાડોળ કરી દેશને અસ્થિર કરવાના ખોટા પ્રયાસ કરી હિંસક આંદોલનો કરાવી રહી છે .
CAB or CAA – કોમ્યુનિટી અમેન્ડમેન્ડ બિલ અથવા કોમ્યુનિટી અમેન્ડમેન્ટ એકટ. આ એકટ મુજબ ભારતની સીમાને અડીને આવેલા ત્રણ દેશો પૈકી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી જે લઘુમતીઓ ધાર્મિક ઉદ્દપીડનના શિકાર છે અને આ ત્રણે દેશોમાં જેઓનું ધર્મના નામે ઉદ્દપીડન થતું હોય તેવા ફારસી, જૈન, બૌદ્ધ , શીખ, ખ્રિસ્તી જાતિના લોકો કે જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હોય, અને જેમને ભારતમાં આવવું હોય તથા એવા લઘુમતીઓ જે હાલ ભારતમાં આવી અને વસવાટ કરી રહ્યા છે તેવા લોકોને ભારતીય નાગરિકતા (Indian Citizenship) મળે તે માટે બનેલો આ કાયદો એટલે કોમ્યુનિટી અમેન્ડમેન્ટ બિલ. જો આ કાયદો CAB અથવા CAA કહેવતો હોય તો એનાથી ભારતના મુસ્લિમોને ક્યાં કોઈ નડતર છે કે તેઓને નુકશાન કરતો કાયદો છે. અને આ કાયદાની વિશ્વની સહુથી મોટી લોકશાહીનું મંદિર એટલે કે ભારતની સંસદમાં આની ઉપર વિસ્તૃત ચર્ચાઓ થઈ અને વોટિંગ થયું જેમાં વિપક્ષ પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયું એટલે પછી આ મુદ્દે દિલ્હી થી શરૂ કર્યું અને સુપ્રીમમાં અરજીઓ કરી આસરે 26 જેટલી અલગ અલગ અરજીઓ ઉપર સુપ્રીમે સુનાવણી કરી અને કહ્યું કે આ CAB ના કાયદા ઉપર કોઈ રોક ન લાગે કારણકે તે કાયદો નિયમાનુસાર છે. એટલે ફરી ઇટાલિયન ગ્રુપને મોટો ઝાટકો લાગ્યો. એટલે હવે કરે શું ? પોતાની નીચી પડવા દેવાય નહીં. એટલે “રસ્સી જલી પર બલ નહિ ગયા” જેવો તાગ થયો પછી તો “ખીસિયાઈ બિલ્લી ખંભા નોચે” અને આપણે જોઈ રહ્યા છીએ કે ઇટાલિયન ગેંગ ક્યાં સ્તરે પહોંચી. ખરેખર તો દેશના બુદ્ધિજીવી નાગરિકોએ આ મામલે જાગૃતિ લાવવી જોઈએ. આટલું થયા પછી પણ ઇટાલિયન ગેંગના વડા ટી.વી. ઉપર આવી અને સરકારને કોસે છે. આ કેટલા અંશે વ્યાજબી છે ? જ્યારે ઇટાલિયન ગેંગે નાતિ – જ્ઞાતિ અને મંદિર – મસ્જિદના અંગારાઓ પર રાજકરણ કર્યું હતું ત્યારે તેઓને એવો ક્ષણીક વિચાર પણ નહીં આવ્યો હોય કે એ જ મુદ્દાઓ ઉપરથી ઊલટું થશે અને અમારું “રાજકારણ” બનશે કારણ વગરનું રાજ. ઇટાલિયન ગેંગનો બલ્બ ઓલવાઈ રહ્યો છે, અને ઓલવાતા ઓલવાતા વધુ ઉજાસ ફેંકી રહ્યો છે. અને આમ કરી તેેે એવું માની રહ્યું છે કે કૉંગ્રેસને તેઓ લોકપ્રિય બનાવી રહ્યા છે. પણ આ કૉંગ્રેસ અને તેમની સાથે ઇટાલિયન ગ્રુપના તમામ ટેકેદારોની અતિ ગંભીર ભૂલ છે. અને દેશ તેમને આવા કૃત્યો માટે કદી માફ નહીં કરે. કાયદો તો કયદાનું કામ કરશે જ, શીખો સાથેના કેસોમાં કૉંગ્રેસ આજે પણ ઝાંખી અને ઓછી સાબિત થાય છે તેવી જ રીતે ભવિષ્યમાં આ CAB અને NRC મામલે થશે.
આવા લોકો અને નેતાઓને પારખો અને દંભીઓના દંભ અને સસ્તી નેતાગીરીના હાથા બનવાનું બંધ કરો.