Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદCBSE બોર્ડનું પરિણામ જાહેર : દાહોદની કેન્દ્રિય વિદ્યાલયના ધોરણ - 12 નું...

CBSE બોર્ડનું પરિણામ જાહેર : દાહોદની કેન્દ્રિય વિદ્યાલયના ધોરણ – 12 નું 100% તથા ધોરણ 10 નું 98% પરિણામ

  • આજે તા. ૧૩/૦૫/૨૦૨૪ ને સોમવારના રોજ સવારના  CBSE બોર્ડનું ધોરણ – ૧૨ નું પરિણામ જાહેર થયું હતું જેમાં દાહોદ ની કેન્દ્રીય વિદ્યાલયનું ધોરણ 12 નું 100% પરિણામ આવ્યું, જેમાં ૮૮.૪૦% સાથે હરિશંભુ પ્રથમ સ્થાને તથા ૮૨.૦૦% સાથે ખુશી યાદવ દ્વિતીય સ્થાને આવેલ છે. તેવી જ રીતે બપોર બાદ CBSE બોર્ડે ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું, જેમાં દાહોદની કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ – ૧૦ ના વિદ્યાર્થીઓએ વધુ સારું પરિણામ મેળવી 98% પરિણામ મેળવેલ છે, જેમાં આદિત્યરાજ કે જેને વિજ્ઞાન વિષયમાં ૧૦૦ ગુણ પ્રાપ્ત કરેલ છે. તથા લક્ષિકા એ પણ વિજ્ઞાન વિષયમાં ૯૫ ગુણ મેળવેલ છે આ બંને વિદ્યાર્થીઓએ ૯૪.૪૦ % મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અને દ્વિતીય ક્રમાંક મેળવનાર રુચિ ઝા ના પણ વિજ્ઞાન વિષય માં ૯૬ ગુણ મેળવેલ છે.
    ધોરણ – 12 અને ધોરણ – 10 ના પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનાર તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શાળા આચાર્ય એનોષ સેમસન સર અને શિક્ષક ગણે અભિનંદન સાથે ઉજ્જવળ કારકિર્દી બને તેવા શુભાષિશ પાઠવ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments