Saturday, December 28, 2024
Google search engine
HomeDhoraji - ધોરાજીI.S.I. ના જાસુસી નેટવર્કનો પર્દાફાશ ધોરાજીના શખ્સ સહિત 2ની ધરપકડ, રૂપિયા 70...

I.S.I. ના જાસુસી નેટવર્કનો પર્દાફાશ ધોરાજીના શખ્સ સહિત 2ની ધરપકડ, રૂપિયા 70 લાખની રોકડ કબ્જે : I.S.I. નુ કનેક્શન ધોરાજીમાં, શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

I. S. I. ના જાસુસી નેટવર્કનો પર્દાફાશ ધોરાજીના શખ્સ સહિત 2ની ધરપકડ મુંબઈ માં સ્થાયી થયેલ અલ્તાફ કુરેશી પાસે 70 લાખ રૂપિયા ની રોકડ કબ્જે આઈ એસ આઈ નુ કનેક્શન ધોરાજીમા, શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ.
– મુંબઈમાં ઝડપાયેલા આઈએસઆઈ એજન્ટ કુરેશીનું રાજકોટ કનેક્શન બહાર આવ્યું છે. અલ્તાફ કુરેશી રાજકોટના ધોરાજી શહેરનો રહેવાશી હોવાની વિગતો બહાર આવી છે. અલ્તાફ કુરેશી રૂપિયા 70 લાખની રકમ આંતકી આફતાબને આપવા જતા મુંબઈમાં રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો હતો. ધોરાજીમાં અલ્તાફની માતા ઝરીનાબેન અને પિતા હનીફભાઈ કુરેશીને સંતાનોમાં 2 પુત્રો અને 1 પુત્રી હોવાની વિગતો જાણવા મળી છે ત્યારે બંને પુત્રોમાં મોટો હોવાની સાથે તેમનાં પિતા ધોરાજીમાં ઈલેક્ટ્રીક કામ સાથે છુટક મજૂરી કરતા હોવાની  વિગતો જાણવા મળી છે. ત્યારે પોતાનો પુત્ર આઈએસઆઈ એજન્ટ હોવાનું બહાર આવતા તેના માતાપિતાના પગ હેઠળ ધરતી સરકી જવા પામી હતી. તો બીજી મુંબઈ પોલીસના હાથે ઝડપાયેલા અલ્તાફ કુરેશી આઈએસઆઈ એજન્ટ હોવાના બનાવને તેમનો પરિવાર સ્વીકારવા માટે તૈયાર નથી અને તેમને ખોટો આંતકવાદી કહેવામાં આવ્યો હોવા આક્ષેપો કરીને સરકાર સામે તેમના પરિવાર જનોએ રોષ વ્યક્ત કરીને પોતાનો પુત્ર નિર્દોષ હોવાનુ જણાવી રહ્યો છે. ત્યારે અલ્તાફ કુરેશીના ધોરાજી ખાતેના ઘર-પરીવારમાં તેના ભાઈ, માતાપિતા સહિતના પરિવાર જનો હતપ્રત  બની જવા પામ્યો છે.
મુંબઈમાંથી ઝડપાયેલ આઈએસઆઈ એજન્ટ અલ્તાફ કુરેશી ધોરાજીનો હોવાની વિગતો બહાર આવતા ધોરાજી રાજકોટની પોલીસ પણ હરકતમાં  આવી જવા પામી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments