Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદIAS, IPS, IFS અને અન્ય કેંદ્રીય સેવાઓના ટ્રેઈની તાલીમી ઓફિસર્સ દાહોદ જિલ્લાની...

IAS, IPS, IFS અને અન્ય કેંદ્રીય સેવાઓના ટ્રેઈની તાલીમી ઓફિસર્સ દાહોદ જિલ્લાની મુલાકાતે

  • દાહોદ જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીનાં અધ્યક્ષતામાં મુલાકાત બેઠક યોજાઈ
  • દાહોદ જિલ્લાના ગ્રામીણક્ષેત્રની જાણકારી અને સરકારી સુવિધાઓનું નિરીક્ષણ* *કરી જાત માહિતી મેળવશે : તાલીમી ઓફિસર્સ આદિજાતિ સમાજની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે.
  • આગામી ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન “Tribal lives and livelihoods” થીમ પર દાહોદ જિલ્લામાં તાલીમ યોજાશે.

દાહોદ જિલ્લામાં IAS, IPS, IFS અને અન્ય કેન્દ્રીય સેવાઓના ટ્રેઈની અધિકારીઓની “Field Study and Research programme” અંતર્ગત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમીનીસ્ટ્રેશન મસૂરી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. જે આગામી તારીખ ૨૭ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન “Tribal lives and livelihoods” થીમ પર દાહોદ જિલ્લામાં તાલીમ યોજાનાર હોઈ ૧૪ ટ્રેઈની અધિકારીશ્રીઓ દાહોદ જિલ્લામાં મુલાકાતે છે ત્યારે આજ રોજ દાહોદ જિલ્લા કલેકટરશ્રી ડો હર્ષિત ગોસાવીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન હોલ ખાતે તાલીમી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ.

આ બેઠકમાં ટ્રેઇની અધિકારીઓને જિલ્લાની પ્રાથમિક વિભાગવાર માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લામાં કેટલા તાલુકાઓ, દાહોદ જિલ્લાનો ઇતિહાસ , જિલ્લામાં શિક્ષણ, હેલ્થ, પોષણ, ખેતી અંતર્ગત ચાલતી યોજનાઓની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ચાલતી દૂધ સંજીવની યોજના, પોષણ સુધા યોજના, સુજલામ સુફલામ્ યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, ગોબર ધન યોજના, પ્રધાનમંત્રી સિંચાઇ યોજના સહિત વિવિધ યોજનાઓની વિગતવાર માહિતીથી અવગત કરવામાં આવ્યા. જિલ્લામાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલ વિવિધ પ્રોજેકટ વિશે જાણકારી આપવામાં આવી અને સાથે સ્વાગત કાર્યક્રમ વિશે જાણકારી આપવામાં આવી હતી

દાહોદ જિલ્લામાં તાલીમી ઓફિસર્સ“ફિલ્ડ સ્ટડી એન્ડ રિસર્સ પ્રોગ્રામ (FSRP)” અંતર્ગત આદિજાતિઓની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે. આ તાલિમી અધિકારીઓ તા. ૩જી સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન નિરિક્ષણ, અભ્યાસ સાથે વિવિધ સ્થળોની મુલાકાત કરશે. બેઠક પૂર્ણ થયા બાદ સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગની મુલાકાત લીધી હતી

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રોબેશન IAS અમોલ આમતે, મસુરીના અધિક કલકેટર સંજય જોષી, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments