દેવગઢ બારિયા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના બચુભાઈ ખાબડ જીત નિશ્ચિત છે પરંતુ કેટલી સરસાઇથી જીતશે તે ચર્ચાનો વિષય

0
181

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. દેવગઢબારિયા શહેર તથા દેવગઢબારિયા તાલુકા તેમજ ધાનપુર તાલુકાના ભાજપના આગેવાનો યુવાન કાર્યકરો નગરપાલિકાના સદસ્યો વગેરે દ્વારા વિધાનસભા મત વિસ્તારના તમામ 276 બુથમાં પ્રચાર પ્રસાદ પૂર્ણ કર્યો છે. જેમાં વિવિધ સમાજના આગેવાનો તથા નાગરિકો દ્વારા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને દેવગઢબારિયા વિધાનસભા બેઠકના લોકપ્રિય ઉમેદવાર બચુભાઈ ખાબડને ગુજરાતમાં રેકોર્ડ બ્રેક સરસાઈ થી વિજય બનાવવા માટે ભારે ઉત્સાહ સાથે અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. પીપલોદ જિલ્લા પંચાયત સભ્ય અશ્વિનભાઈ વણકર, ગુણા જિલ્લા પંચાયત સભ્ય સોનલબેન રાજેશભાઈ પરમાર, રૂવાબારી જિલ્લા પંચાયત સભ્ય અરવિંદબેન સામંતસિંહ પટેલ, સેવાનિયા જિલ્લા પંચાયત સભ્ય ધનશ્રીબેન પ્રવીણભાઈ રાઠવા, બારા જિલ્લા પંચાયત સભ્ય શાંતાબેન રામસિંહ રાઠવા, કાળીડુંગરી જિલ્લા પંચાયત સભ્ય કમળાબેન ચંદ્રસિંહ રાવત, પીપેરો જિલ્લા પંચાયત સભ્ય રામસિંગભાઈ પરમાર ભોરવા, ભોરવા જિલ્લા પંચાયત સભ્ય નંદલીબેન નરવતસિંહ નિનામા, સજોઈ જિલ્લા પંચાયત સભ્ય અભયસિંહભાઈ મોહનિયા તેમજ દેવગઢબારિયા નગરપાલિકા પ્રમુખ ડો. ચાર્મી નીલ સોની, નગર પાલિકા સભ્ય દેવગઢ બારીયા તથા ધાનપુર તાલુકા પંચાયતના તમામ સભ્યો, સરપંચ મિત્રો, સામાજિક આગેવાનો વગેરે દ્વારા ભાજપના લોકપ્રિય ઉમેદવાર બચુભાઈ ખાબડને પ્રચંડ સરસાઈ સાથે વિજય બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે તમામ 276 બુથમાં ભાજપને પ્રચંડ આવકાર મળી રહ્યો છે. દેવગઢબારીયા શહેરના કાપડી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર સુફી મેહબૂબ અલીની જાહેર સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોને ધારાસભ્ય બચુભાઈ ખાબડને વોટ આપવા અપીલ કરવામાં આવી હતી. ભાજપ સરકારમાં લઘુમતી સમાજ સહિત દરેક સમાજને અનેક યોજનાઓ જેવી કે પી.એમ. આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ, મફત આવાસ, મફત વેક્સિનેશન જેવા અનેક લાભો મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી મહેબૂબ અલી બાવાએ દેવગઢબારિયા વિધાનસભા ભાજપનાં ઉમેદવાર બચુભાઈ ખાબડને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન કર્યું હતું.
*દેવગઢ બારીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને હાલના ઉમેદવાર એવા બચુભાઈ ખાબડે દાહોદ જિલ્લામાં કડાણા નર્મદાના પાણી માટે 2200 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા હતા.*
દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારના ભાજપ સરકારના શાસન દરમિયાન અનેકવિધ વિકાસ કાર્યો અમલીકરણ થયા છે વર્ષો જૂની પાણીની સમસ્યાનો નિવારણ કરવા માટે ગુજરાત સરકારમાં સફળતાપૂર્વક અસરકારક રજૂઆત કરી હતી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં દેવગઢબારિયા વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં નર્મદા ડેમ કડાણા ડેમનું પાણી પાઇપલાઇન દ્વારા પ્રજાજનોને પીવા, વાપરવા તથા સિંચાઈ માટે મળે તે માટે ૨૨૦૦ કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા હતા સમગ્ર દાહોદ જિલ્લામાં પીવાના તથા સિંચાઈના પાણીની સમસ્યાનું નિવારણ થયું છે. પ્રજાજનો જીવન ધોરણમાં અસરકારક સુધારો થાય તે માટે અનેક વિવિધ યોજનાઓ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર માંથી મંજૂર કરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here