મોડાસાના મહાલક્ષ્મી હોસ્પીટલના ગાયનેકોલોજીસ્ટની પત્ની તબીબના મામાના જ દીકરા સાથે બેડરૂમમાં સેક્સલીલા માણતી રંગે હાથે ઝડપાઈ જતા આ ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની (EXCLUSIVE)

0
1006

?

logo-newstok-272-150x53(1)

Sandip Patel – Dhansura (Special Coverage)
અરવલ્લી જીલ્લામાં ચકચાર બનાવી દે તેવો બનાવ મોડાસા પોલીસ સ્ટેશને નોંધાયો જેમાં મોડાસાના ગાયનેકોલોજીસ્ટ પોતાની પત્નીને પોતાના સગા જ મામાના દીકરા જોડે પોતાના ઘરના જ બેડરૂમમાં કઢંગી હાલતમાં જોઈ જતા તબીબે આ અંગે મોડાસા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 
             મોડાસા નગરના શામળાજી રોડ પર આવેલ મહાલક્ષ્મી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. રવિ સોમાલાલ પ્રજાપતિએ મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ આરોપી તરીકે સગા મામાના દીકરા પ્રજ્ઞેશ હસમુખલાલ પ્રજાપતિને આરોપી તરીકે દર્શાવાયો હતો. ફરિયાદમાં દર્શાવ્યા મુજબ તા.31/03/2016 ના રોજ ડો.રવિ હોસ્પિટલ જવા નીકળ્યા ત્યારે પ્રજ્ઞેશ તેમના ઘરે આવ્યો હતો પોતાના મામાનો દીકરો હોવાથી કોઈ વહેમ જેવું ન રાખી હોસ્પિટલ જવા નીકળી ગયા હતા. અડધે રસ્તે ગયા બાદ ડોક્ટરને પેટમાં ગડબડ જેવું થતા તેઓ ઘરે પરત આવ્યા હતા. ઘરે પહોચ્યા તે વખતે ઘરનો મુખ્ય દરવાજો બંધ હોવાથી પાછળના ભાગે રસોડામાં થઈને તે ઉપરના માળે આવેલા બેડરૂમના બાથરૂમમાં જવા નીકળ્યા હતા ડોક્ટર ઉપરના માળે પહોચ્યા ત્યારે પોતાની પત્ની મેઘા અને મામાનો દીકરો પ્રજ્ઞેશ બેડરૂમમાં કઢંગી હાલતમાં જણાઈ આવ્યા હતા. આ જોઈ  ડોકટરે પોતાની પત્ની અને પ્રજ્ઞેશને ઠપકો આપતા પ્રજ્ઞેશે એકદમ ઉશ્કેરાઈ જઈને માં બહેન સમાણી ગાળો બોલી જાનથી  નાખવાની ધમકી આપી રવાના થઇ ગયો હતો. 
               ફરિયાદમાં તબીબે ઉમેર્યું હતું કે ઘટના બાદ તેઓ તરત જ હોસ્પિટલ જતા રહ્યા હતા તેવામાં પત્ની મેઘા બે બાળકોને લઇ પિયર અમદાવાદ જતી રહી હતી. ચાર દિવસ બાદ ફરિયાદ લખાવવા બાબતે તબીબે ખુલાસો ઉમેર્યો હતો કે આ બનાવથી તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા તેથી ફરિયાદ મોડી લખાવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here