સંજેલી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં આવનાર બાળકોને ઘરે ઘરે જઇ સુખડીનું વિતરણ કરવામાં આવ્યું

0
55
તેલ ઘઉંના જથ્થાનો બગાડ ન થાય તેને ધ્યાને લઇ સુખડી બનાવી વિતરણ શરૂ.
કોરોના મહામારીને લઈને દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારથી જ આંગણવાડી કેન્દ્રોમાં પણ બાળકોને બોલાવવામાં આવતા નથી ત્યારે બાળકો પોતાના લાભથી વંચિત ન રહે અને કુપોષિત ન રહે તે માટે ICDS શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રની સુપરવાઇઝર તેમજ તેડાગર બહેનો દ્વારા બાળકોને ઘરે ઘરે જઈ ગરમ નાસ્તામાં અઠવાડિયામાં એકવાર સુખડી તૈયાર કરી પૂરક પોષણના ધોરણ જળવાઇ રહે તે મુજબ બાળકોના ઘરે ઘરે જઈ સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોરોના મહામારીને કારણે ૨૪ માર્ચ થી દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે ૧ જૂન થી કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમા હજુ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની છૂટ આપવામાં આવી નથી ૩૧ જૂન સુધી ગરમ નાસ્તાને બદલે બાળશક્તિ ટેક હોમ રેશન વિતરણ કરવામાં આવ્યું હતું. મોટાભાગની આંગણવાડીઓમાં તેલ ઘઉંનો જથ્થો ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ થાય તે માટે અઠવાડિયાના એક દિવસમાં બાળકોને સુખડી બનાવી ઘરે ઘરે પહોંચાડવા માટે જિલ્લા કક્ષાએથી સૂચના મળતા સંજેલી CDPO ચંદ્રીકાબેન મકવાણા સંજેલી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં થી વર્ષના બાળકોને અઠવાડિયાના એક દિવસે પૂરક પોષણના ધોરણો જળવાઈ રહે તેને ધ્યાને લઇ અઠવાડિયાના એક વારે સુખડી તૈયાર કરી આંગણવાડી કેન્દ્રની વર્કર અને તેડાઘર બહેનો દ્વારા બાળકોના ઘરે ઘરે જઈ સુખડી વિતરણ કરવામાં આવી રહી છે સંજેલી તાલુકાના ૫૬ ગામોમાં લગભગ ૧૩૮ જેટલી આંગણવાડી કેન્દ્રો પર બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here