NILESH MODI VALSAD
પારડી તાલુકાનાં ૫૯૨ લાભાર્થીઓને રૂપિયા ૨૫ લાખ, વાપી તાલુકાનાં ૩૨૪ લાભાર્થીઓને રૂપિયા ૧૫.૫૫ લાખ અને ઉમરગામ તાલુકાનાં ૭૮૯ લાભાર્થીઓને રૂપિયા ૨૫.૮૦ લાખના લાભ અપાયા
વલસાડ જિલ્લામાં સરકારની યોજનાઓનો લાભ સીધે સીધો લાભાર્થીઓને મળી રહે તે માટે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૯-૧૦ થી શરૂ કરાયેલા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ છેવાડાના માનવીઓના ગરીબીના કલંકને દૂર કરવાનું બીડું ઝડપ્યું છે એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંસદીય સચિવ પુર્ણેશભાઈ મોદીએ ઉમરગામ તાલુકાનાં ધોડીપાડા કહતેના સાંસ્કૃતિક ભવન હૉલ ખાતે પારડી પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યુ હતું. આ વેળાએ સંસદીય સચિવે આ હોલમાં કથાકાર પ્રફુલ્લ શુક્લ દ્વારા પઠન થઈ રહેલ ભાગવત કથા અને નવચંડી યજ્ઞમાં માં ભગવતીના દર્શન કર્યા હતા.
આ પ્રસંગે પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતું કે આ ગરીબ કલ્યાણ મેળાના મધ્યમથી લાભાર્થીઓને અગાઉના સમયમાં પડતી મુશ્કેલીઓ અને ભોગવવી પડતી હાલાકીઓ દૂર કરી આ સરકારે તેમના ઘરઆંગણે જઈને, શોધીને, તેમના ફોર્મ સામે ચાલીને ભરાવીને, જાહેરમાં સામૂહિક રીતે તેમને હાથોહાથ લાભો આપવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૯ – ૧૦ થી શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળામાં અત્યાર સુધી રાજ્યના ૧ કરોડ ૪ લાખ લોકોને સીધે સીધી રૂપિયા ૧૬ હજાર કરોડની સહાય આપવામાં આવી છે. વધુમાં પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતું કે ગરીબ કલ્યાણ મેળાથી વચેટિયા પ્રથા બંધ થઈ ગઈ છે. અને લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળાથી સાધન, સહાય મળે છે તેના દ્વારા તેઓ સ્વરોજગારી થકી પોતાનો અને પોતાના પરિવારનો વિકાસ કરી રહ્યા છે.
વધુમાં પુર્ણેશભાઈ મોદીએ વર્તમાન રાજ્ય સરકાર સંવેદનશીલ, પ્રગતિશીલ અને સામાજિક સમરસતાને વરેલી સરકાર છે. એમ જણાવી રાજ્ય સરકાર દ્વારા બાળકના જન્મ થી લઈને મૃત્યુ સુધી તબક્કાવાર સહાયની યોજનાઓની ટુંકી રૂપરેખા આપી હતી. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઈને વર્તમાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનમાં વિવિધ લોકકલ્યાણની યોજનાઑ દ્વારા લોકોની આર્થિક સુવિધાઓમાં વધારો થયો છે.
આ ગરીબ કલ્યાણ મેળામાં મુખ્ય સ્ટેજ પરથી સંસદીય સચિવ પુર્ણેશભાઈ મોદી, સરદાર પટેલ સહભાગી સિંચાઇ યોજનાના ચેરમેર ગણેશભાઈ ચૌધરી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સૂળ ૨૧ લાભાર્થીઓને પ્રતિક રૂપે રૂપિયા ૪ લાખ ૬૫ હજાર સરકારની વિવિધ યોજનાઓના સાધન – સહાય લાભો એનાયત કરાયા હતા. જ્યારે પેટા સ્ટેજ પરથી બાકીના તમામ લાભાર્થીઓને જુદા જુદા મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં પારડી તાલુકાનાં ૫૯૨ લાભાર્થીઓને રૂપિયા ૨૫ લાખ, વાપી તાલુકાનાં ૩૨૪ લાભર્થીઓને રૂપિયા ૧૫.૫૫ લાખ અને ઉમરગામ તાલુકાના ૭૮૯ લાભાર્થીઓને રૂપિયા ૨૫.૮૦ લાખના લાભો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાનુભાવો અને અન્યોને સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા.
આ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો આપ્યા હતા આ પ્રસંગે વિવેકાનંદ હાઈસ્કૂલ, માણેકપોર, એસ.જી. ડાકલે હાઈસ્કૂલ સંજાણ, કે.ડી.બી. સાર્વજનિક હાઈસ્કૂલ સરીગામ, એન.એમ.વાડિયા હાઈસ્કૂલ, અને ભક્ત જલારામ હાઈસ્કૂલ નારગોલ, બી. એમ. એન્ડ વી. એફ્ફ હાઈસ્કૂલ ફણસા અને ધોડીપાડા, મરોલી, દાંડીપાડા, સરઈ અને ખંડવઇ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સરદાર પટેલ સહભાઇ સિંચાઇ યોજનાના ચેરમેન ગણેશભાઈ ચૌધરી અને જીલલ પંચયંતા પ્રમુખ જિતેન્દ્રભાઈ ટંડેલ પ્રાસંગિક પ્રવચનો કાર્ય હતા.
આ કાર્યક્રમમાં પારડીના પ્રાંત અધિકારી વી.પી.મછારે સ્વાગત પ્રવચન અને આભારવિધિ ઉમરગામ તાલુકાનાં વિકાસ અધિકારી કાજલ ગામિતે કરી હતી.
આ કાર્યક્રમમાં કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી ગૌરાંગભાઈ મકવાણા, વાપી તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબેન હળપતિ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ કંચનબેન દુબળા, પારડી તાલુકા વિકાસ અધિકારી બાગુલ. જિલ્લા સામાજિક કલ્યાણ અધિકારી વી.સી. પટેલ હાજર રહ્યા હતા.
SANDIP PATEL – અરવલ્લી – ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ ભરાઇ રહેતા પાણીની સમસ્યા હલ થશે
2 કરોડના ખર્ચે રામપાર્ક સોસાયટીના કોમન પ્લોટથી ડુઘરવાડા રોડ થઇ સાંકરી નદીમાં પાણી નિકાલ કરાશે, ખાતમુહૂર્ત કરાયું
મોડાસા નગર પાલિકા દ્વારા સોસાયટી વિસ્તારોમાં ચોમાસા દરમ્યાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 2 કરોડના ખર્ચે 2 કિમી લાંબી પાઇપ લાઇન નાખવામાં આવનાર છે. યોજનાનું સોમવારે રામપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ખાતમુહૂર્ત કરાયું હતું. યોજના પૂર્ણ થતાં વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થશે.
નગરના રામપાર્ક, માણેકબા, વિદ્યાકુંજ અને રત્નમ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં ચોમાસામાં ઠેરઠેર ભારે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા નગરપાલીકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ દ્વારા 2 કરોડની ફાળવણી કરાઇ હતી. રામપાર્ક સોસાયટીના કોમન પ્લોટથી ડુઘરવાડા રોડ થઇ સાંકરી નદીમાં પાણી નિકાલ માટેની આશરે 2 કિમી લાંબી યોજનાનું ખાતમુહૂર્ત જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભીના હસ્તે યોજાયું હતું. પ્રસંગે પાલિકા પ્રમુખ વનિતાબેન પટેલ, ઉપપ્રમુખ દિનેશભાઇ ગુર્જર, શાસક પક્ષના નેતા રૂપેશકુમાર ઝાલા, બાંધકામ સમિતિ ચેરમેન આશીષભાઇ જયસ્વાલ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ઇજનેર દેવાંગ સોની સહિતના અધિકારીઓ, કાઉન્સીલરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સોમવારે વરસાદી પાણીના નિકાલની યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું.