PRIYANK CHAUHAN GARBADA
હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો ખાસ મહિમા હોય છે તેમાય શ્રાવણ માસના સોમવારનો વિશેષ મહિમા હોય છે.
ગરબાડા નગરના શિવભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે કાવડયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં કાવડિયાઓ તેમજ શિવભક્તો કાવડયાત્રામાં જોડાયા હતા જે તસવીરમાં નજરે પડે છે.
દેવધા ખાન નદી સ્થિત શિવ મંદિરેથી કાવડોમાં જળ ભરીને લાવી ગરબાડા તળાવ કિનારે આવેલ ટેકરી ઉપર બિરાજમાન રામનાથ મહાદેવ મંદિરે આવી કાવડિયાઓ દ્વારા શિવલિંગ ઉપર કાવડના જળ દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
કાવડયાત્રા દરમ્યાન કાવડિયાઓનું રસ્તામાં તેમજ ગરબાડા નગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાવડિયાઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.