દાહોદ જિલ્લાના લીમખેડા મુકામે આવેલ લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ કોલેજ ખાતે દાહોદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર, આગવી શૈલીના નાટ્યકાર, તેમજ ગુજરાતી સાહિત્યના વિવેચક ડોક્ટર ચંપુ વ્યાસની 15મી પુણ્યતિથીની ઉજવણી કરાઈ હતી. આ પ્રશંગે યોજાયેલ વ્યાખ્યાન માળામાં શ્રદ્ધાજંલી અર્પણ કરતા “મૈત્રી “વિષય પર પ્રાંસગિંક પ્રવચન આપતા સમારંભનાં અધ્યક્ષ તેમજ સંતરામપુર કોલેજ નાં પૂર્વ પ્રિન્સીપાલ કનુભાઈ સુણાવકરે જણાવ્યું હતું કે આજ નાં શિક્ષકે વર્ગખંડમાં અભ્યાસક્રમ પૂરો કરવા ઉપરાંત વિધાર્થીના “કલ્યાણ મિત્ર” તરીકે ની ભુમિકા અદા કરે તેનો સમય પાકી ગયો છે ચંપુ શબ્દ નાં વિવિધ અર્થ સમજાવતા તેઓ શ્રીએ મેત્રી ની મહતા વિષે મનનીય ઉદબોધન કર્યું હતું
લીમખેડા કોલેજના પ્રિન્સિપાલે ચંપુ વ્યાસ સાહેબને સ્મરંણ કરતા જણાવ્યુ કે તેઓ નિષ્વાર્થ પ્રેમ સ્વરૂપે હંમેશા લીમખેડા કોલેજની સાથે રહ્યા હતા રહ્યા છે અને દ્દઢ વિશ્વાસ સાથે કહુ છુ કે હંમેશા સાથે રહેશે.વધુ માં શ્રી વ્યાસ સાહેબ ને દાહોદ અને પંચમહાલના એક સારસ્વત રત્ન ગણાવ્યા હતા.કાલોલ કોલેજના પ્રિન્સિપાલ ડો.કિશોર વ્યાસ દ્વારા કોલેજના વિધાર્થીઓ પોતાના અભ્યાસમાં અભિરૂચી કેળવીને ભાષામાં સજ્જ બને તે હેતુ થી ગુજરાતી સાહીત્યમાં માનવ સંબધો વિશે પ્રકાશ પાડીને વિધાર્થીઓના દીલ જીત્યા હતા. સંતરામપુર કોલેજના પ્રિન્સિપાલ ડો. અભય પરમારે હિન્દી સાહિત્યમાં ‘પ્રેમચંદ કી કહાનિયોમેં ગ્રામ ચેતના‘ વિશે વ્યાખ્યાન આપ્યું હતુ. અંગ્રેજી વિષયના વિધાર્થીઓમાટે ગોધરા ની શેઠ.પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. યશવંત શર્માજીએ સાહિત્ય એટલે શું ?તેમજ સાહિત્યની વિધાઓ વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતું, ઈતિહાસ વિષયનાં વિદ્યાર્થીઓને સંબોધતા સંતરામપુર કોલેજના પ્રોફેસર ડોક્ટર અમૃત ઠાકોરેકૌટિલ્યનું અર્થશાસ્ત્ર વિષય પર વ્યાખ્યાન આપી વિધાર્થીઓને લાભાન્વિત કર્યા હતા ચંપુ વ્યાસને સાચી શ્રધાંજલિ આપવાના હેતુ થી વિર્ધાથીઓના શૌક્ષણિક હિતને કેન્દ્રમાં રાખી ચાર મુખ્ય વિષયોના નિષ્ણાત પ્રાધ્યાપકો દ્વારા એકી સાથે ચાર વ્યાખાયાનો યોજી વિધાર્થીઓમાટે ઉત્તમ કાર્ય કરવામાં આવેલ છે.
સંસ્થાના મંત્રી ધનાભાઈ ભરવાડે તેમજ ટ્રસ્ટી ડો.કે.બી.શર્માએ પ્રિન્શિપાલ ચંપુ વ્યાસને ભાવભીનિ સ્મંર્ણાજંલી આપતા રૂણ સ્વીકાર કર્યો કે આ કોલેજને વ્યાસ સાહેબ જી.આર.શર્મા નાં સ્વરૂપમાં એક યોગ્ય પ્રિન્શિપાલ અમને આપ્યા હોવાનું જણાવ્યુ હતું..આ પ્રશંગે કોલેજ નાં સંચાલક મંડળ નાં સભ્ય ભરતભાઈ ભરવાડ , પ્રોફેસર હસનભાઈ, મગનભાઈ જાટવા, ચંપુ વ્યાસનાં પરિવારજનો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડોક્ટર જી એમ ચંદેલ દ્વારા કરવામાં આવ્યું હતું