ફતેપુરામા વિજ થાંભલો પડવાની રાહ જોતા MGVGL ના કર્મચારીઓ : શું હોનારત પછી પંચનામુ કરવા આવશે? રહિશોમા ભય

0
557

 

IMG_9703

logo-newstok-272

Sabir Bhabhor – Fatepura

                  ફતેપુરામા વિજ થાંભલો પડવાની રાહ જોતા MGVGL ના કર્મચારીઓ : શું હોનારત પછી પંચનામુ કરવા આવશે? રહિશોમા ભય ફતેપુરા નગરના ઘુઘસ રોડ વિસ્તારમા મધ્ય ગુજરાત વીજ કંપની દ્રારા લગાવેલ વીજ થાંભલો નમી ગયેલ છે જે ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમા છે જો ચાલુ વીજ પ્રવાહે આ થાંભલો પડી જાય તો મોટી જાન હાનિ થવાની શકયતાઓ રહેલી છે. અને નજીકમા જ શાળા આવેલી હોવાથી શાળામા આવતા જતા બાળકોના વાલીઓ તેમજ આજુબાજુ ના રહિશોમા ભય જોવા મળી રહયો છે અને આ બાબતે સ્થાનિક રહીશોએ રજુઅતો કર્યા છતાં કોઈ નાક્ક્કાર પગલા ભરતા કેમ નથી ?

                 શું MGVGL ના કર્મચારિયો કાગ ડોલે કોઈ મોટી હોનારત ની રાહ જોઈ રહ્યા છે ? તો પછી આ અડો થામ્બ્લો રેહણાક વિસ્તારમાં આટલી બધી લાઈનો જોડેલો જો આવતા જતા કોઈક દિવસ અચાનક પડી જાય તો તેના માટે જવાબદાર કોણ ? હોનારત થશે તેને MGVGL ના કર્મચારિયો ટાળી શકશે ખરા ? શું તેઓ ત્રિકાળજ્ઞાની છે ? નથી તો આ રસ્તા પરના પડું પડું કરતા થામ્બ્લાને હટાવી અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્રારા તાત્કાલીક નવો થાંભલો નાંખવામા આવે તો મોટો અકસ્માત રોકી શકાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here