Keyur Parmar – Dahod Bureau
દાહોદ શહેરના પરેલ વિસ્તારના જુનિયર ઇન્સ્ટીટ્યુટ ખાતે જનચેતના જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન દાહોદ ના ગોધરા રોડ વિસ્તારમાં રહેતા કૈલાશ તથા બંટુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જાણીતા કવિ રાજેશ હાંડા “રાજ” જેઓ દિલ્હી વિકાસ પ્રાધિકારણમાં સહાયક નિર્દેશક તરીકે સેવા બજાવે છે તેઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જયારે મુખ્ય અતિથી તરીકે દાહોદ કારખાનાના મુખ્ય કારખાના પ્રબંધક જી. સી. પૌનીકરને આમંત્રિત કરાયા હતા.
આ પ્રસંગે શહેરના વિવિધ જ્ઞાતિના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના આયોજક કૈલાશ પોતે વૃદ્ધા આશ્રમ પર વક્તવ્ય આપતા ભાવવિભોર થઇ ગયા હતા. અને કહ્યું હતું કે વૃદ્ધા આશ્રમમાં કોઈ પણ જગ્યાએ વૃદ્ધના રહે અને તે પોતે પાછો તેના પરિવાર સાથે હળીમળીને તેનું જીવન જીવે તેના માટેના અથાગ પ્રયાસ કૈલાશ દ્વારા કરવામાં આવી રહ્યા છે તદ્દઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે દાહોદ માં બે વૃદ્ધાઆશ્રમ છે અને તેઓ સમયસર આ વૃદ્ધા આશ્રમની મુલાકાત પોતાના પરિવાર સાથે લેતા રહે છે અને આ આશ્રમમાં રહેતા વડીલો સાથે સમય ગાળે છે તેઓએ વધુમાં દાહોદના ડોકટરોને પોતાનો કોન્ટેક્ટ નંબર આપીને જણાવેલ છે કે જો આપની પાસે વૃદ્ધા આશ્રમનું નામ લઈને કોઈ પેશન્ટ આવે તો તમારે તેમની જે ટ્રીટમેન્ટ કરવાની થતી હોય તે કરી દેવાની અને તેનું બીલ મને મોકલી આપવું
આ પ્રસંગે રાજેશ હાંડા “રાજ” પોતાની કવિતા “ઝહેર” અને અન્ય કાવ્યોથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓએ કવિતાના માધ્યમથી કહ્યું હતું કોઈ ભી રીસ્તા બનાના ઉતના હી આશાન હે જીતના મીટ્ટી પે મીટ્ટી સે મીટ્ટી લીખના, લેકિન કોઈભી રીસ્તા નિભાના ઉતના હી મુશ્કીલ હૈ જીતના પાણી સે પાણી પે પાણી લીખના. તેઓએ પણ કૈલાશના વૃદ્ધાઓની આ સેવાના કાર્યને અને સમાજમાં જનજાગૃતિ લાવવા માટે છેડેલા આ અભિયાનને બિરદાવ્યું હતું