KEYUR PARMAR – DAHOD
દાહોદના ભરચક વિસ્તાર એમ.જી રોડને અડીને આવેલ ગુજરાતીવાડમાં આજે 01.30 વાગે સ્વર્ગીય વિનોદ ભાઈ કડકિયાના મકાનમાં તેમના ઘરે કામ કરતી નોકરાણી ઘરમાં પ્રવેશી તો તેને ચીસા-ચીસ કરી મુકતા આજુબાજુના લોકો ભેગા થતા માલુમ પડેલ કે આ ઘરની માલિક સત્યવતિબેન વિનોદકુમાર કડકિયા મૃત અવસ્થામાં પડેલ છે અને તેમના મોઢામાં કપડાનો ડુચો મારેલો હતો.
આ બાબતની જાણ થતાં જ દાહોદ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ કરતા માલુમ પડેલ કે વૃદ્ધાએ પહેરેલ સોનાની બંગડીઓ અને સોનાની ચેન તો ન હતી જ અને બીજી કઈ વસ્તુઓ લૂંટી ગયા અને બીજી કેટલી વસ્તુઓ હતી તે ખબર નથી પડી.
પરંતુ ઘટના સ્થળની હકીકત જોતા લાગે છે સત્યવતિબેન મંદિરે દર્શન કરી સવારે 11 થી 12 ની વચ્ચે જયારે ઘરે આવ્યા ત્યારે જ આ ઘટના બની હોવી જોઈએ અને તે જ વખતે ઓછામાં ઓછા 2 ઈસમોએ તેમની પાછળ આવીને આ સમગ્ર ઘટનાએ અંજામ આપ્યો હોવો જોઈએ. ઘટના ગમ ત્યારે ઘટી પરંતુ ધોળે દિવસે આવી ઘટના શહેરના વચ્ચે ઘટે એટલે તે પોલીસના મોઢા ઉપર આ લુટારુઓનો સણસણતો તમાચો છે. હાલ ઘટના સ્થળ પર F.S.L. અને ડોગ સ્કોડની ટિમએ તપાસનો દોર હાથમાં લીધો છે હવે એ જોવું રહ્યું કે દાહોદ પોલીસને એમાં કેટલી સફળતા મળે છે.