Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદની સ્વનિર્ભર પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) દ્વારા "ગરવી ગુજરાત" પ્રદર્શનીનું કરવામાં આવ્યું...

દાહોદની સ્વનિર્ભર પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) દ્વારા “ગરવી ગુજરાત” પ્રદર્શનીનું કરવામાં આવ્યું આયોજન

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે તા. 05/03/2019 ને મંગળવાર ના સવારે 9:30 કલાકે શહેરની અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળા ( ગુજરાતી માધ્યમ ) દાહોદ દ્વારા “ગરવી ગુજરાત” પ્રદર્શન માર્ચ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનીના ઉદ્દઘાટન પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઈ લાલપુરવાલા દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ પર્વતભાઈ ડામોર, ડે. DPEO કે.યુ .હાડા, સોસાયટીના મેનેજીંગ ટ્રસ્ટી શોધન શાહ, સંદીપ શેઠ, મંત્રી અંજલિ પરીખ, ચંદ્રેશ ભુતા, મનેષ ગાંધી, શરદભાઈ દેસાઈ, શેતાલ કોઠારી, પ્રદીપ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રદર્શનનું આયોજન અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળાના શિક્ષકભાઈઓ, બહેનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આદર્શ પુસરી ગામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિફાઇનરી, વિધાનસભા, કચ્છના ભુગા, કાંકરીયા તળાવ, મહાત્મા મંદિર, સોમનાથ મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, ગિરનાર પર્વત માળા તથા અભ્યારણ, રાણકીવાવ, લક્ષ્મી વિલાસ પેલેસ, લોથલ અને ધોળાવીરા જેવા મોડેલ તથા ગુજરાતની પ્રસિદ્ધ વાનગીઓ અને ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળો તથા ક્ષેત્રની માહિતી તથા સંસ્કૃતિની ઝલક આ પ્રદર્શનીમાં મુખ્ય આકર્ષણ હતા.
આ પ્રદર્શની શહેરના નાગરિકો તથા વિદ્યાર્થીઓ નિહાળી શકે તે માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ ઐતિહાસિક અને સામાજિક સ્થળોની ઓળખ અને જાણકારી વિદ્યાર્થીઓના માનસપટલ પર અસર કરે અને તેઓને આ વિશે માહિતી મળે અને ગુજરાતનો ઇતિહાસ જાણવા મળે તે આશયથી આ પ્રદર્શની રાખવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments