Wednesday, January 15, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત “વોટર્સ સ્ટ્રીટ” નું ભવ્ય આયોજન

દાહોદમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત “વોટર્સ સ્ટ્રીટ” નું ભવ્ય આયોજન

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS 

૧૯ – દાહોદ (અ.જ.જા.) લોકસભા બેઠક માટે તા.૨૩/૦૪/૨૦૧૯ ને મંગળવારના રોજ ચુંટણી યોજાવાની છે. આ સંર્દર્ભે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ માં તા.૨૧/૦૪/૨૦૧૯, રવિવારના રોજ સવારે ૦૬.૦૦ થી ૦૮.૦૦ કલાક દરમિયાન વિશ્રામગ્રૃહ બહાર, સ્ટેશન રોડ, દાહોદ ખાતે મતદાતા જાગ્રૃત્તિ કાર્યક્રમ અંતર્ગત “વોટર્સ સ્ટ્રીટ” નું જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ ટીમો દ્વારા મતદાન જાગૃત્તિ માટે ખાસ પ્રવૃત્તિઓનુંં આયોજવામાં આવી હતી. જેમાં ઝુંબા ડાન્સ, યોગા, કરાટે, એડવેન્ચર, રોડ પેન્ટીંગ, દોરડા કુદ, શૂન્ય-ચોકડી, સાંપ-સીડી, સ્કેટિંગ, સાયકલિંગ જેવી વગેરે રમતો તથા દાહોદના મતદાતાઓ માટે “હું અવશ્ય મત આપીશ” ના બેનર નીચે પોતાના ઓટોગ્રાફ, અને મતદાતા જાગૃતિ અંતર્ગત એક સેલ્ફી પોઇન્ટ પણ ઉભી કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ લોકો જોડે ઝુંબા ડાન્સ પણ કર્યો હતો અને સેલ્ફી પોઇન્ટ ઉપર લોકો સાથે સેલ્ફી પણ પડાવી હતી અને હું પણ અવશ્ય મતદાન કરીશ ના બેનર ઉપર “VOTE FOR NATION, VOTE FOR CHANGE” લખી ઓટોગ્રાફ આપ્યા હતા.

દાહોદ નગરના પત્રકારો-તંત્રીઓએ પણ આ પ્રવૃત્તિમાં ભાગ લીઘેલ હતો. આ તમામ એક્ટિવિટી દાહોદ જિલ્લા ચૂંટણી કમિશનર અને કલેક્ટર વિજય ખરાડીના માર્ગદર્શનમાં હોલીજોલી ગૃપ  તથા દાહોદ શહેરના ઉભરતા ટીવી કલાકાર વિકાસ વર્મા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાહોદ જિલ્લા ચૂંટણી કમિશનર કલેકટર વિજય ખરાડી દ્વારા વોટર સ્ટ્રીટમાં ઉપસ્થિત તમામ જનતાને સંબોધન કરવામાં આવ્યું હતું તારીખ 23 એપ્રિલ 2019 ના રોજ દેશના મહાત્યોહાર સમા મતદાનના દિવસે તમામ મતદાતાઓએ કોઈના પણ દબાણમાં આવ્યા વગર અને સરકાર પણ આપણી પસંદની હોય અને લોકશાહી પણ આપણી પસંદની હોય તેવુ કહ્યુ હતું અને તે માટે દરેકને મતદાન અવશ્ય કરવુ તેવા સોગંધ લેવડાવ્યા હતા.

આજના રવિવારના દિવસે સવારમાં ૦૬:૦૦ કલાક થી નાના ભૂલકાઓ થી માંડીને ઉંમર લાયક સુધીના દરેક લોકોએ આ “વોટર સ્ટ્રીટ” માં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ધમાલ મસ્તી કરી પોતાના નાનપણના દિવસો ની યાદો તાજા કરી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments