THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા ખોદકામ દરમિયાન ૧૦૦૦ વર્ષ જૂની ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ નીકળતા આશ્ચર્ય ફેલાયું. ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ નીકળતા જોવા માટે લોકો ઉમટી પડ્યા. આજ રોજ તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ ની સવારે દેસાઈવાડના પાણીગેટ પોલીસ ચોકી નં 1 ની બહારના ભાગે ખોદકામ દરમ્યાન આજે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની આશરે ૧૦૦૦ વર્ષ જુની ખંડિત પ્રતિમા નીકળી છે. જેથી દાહોદના નગરજનોમાં આનંદની લાગણી પ્રવર્તી છે. આ વિસ્તારનો અગાઉનો ઈતિહાસ જોતા હજુય અનેક પ્રાચીન પ્રતિમાઓ નીકળવાની શક્યતા અને સંભાવના હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
લોકવાયકા મુજબ ઈ.સ.૧૧૩૯ માં છાબ તળાવ બન્યું તે સમયે તેના કિનારે ૧૦૮ મંદિરો હતા તેમ કહેવાય છે તે આ પ્રકારે મૂર્તિઓ નીકળતા સાબિત થાય છે. સ્માર્ટ સીટી તરીકે આકાર પામી રહેલ દાહોદના તંત્ર દ્વારા આવી જે તે પૌરાણિક પ્રતિમાઓ એકત્રિત કરી સંગ્રહાલય બનાવાય તેવી લોકમાંગ પણ આ તબક્કે ઉઠવા પામી છે.
આ પૌરાણિક મૂર્તિને ગોધરા રોડ પર સ્થિત નર્મદેશ્વર મંદિર પર હાલ સ્થાપના કરવામાં આવી છે અને આ એક મૂર્તિ નીકળ્યા બાદ વધુ આગળ ખોદકામ કરતા અન્ય બે મૂર્તિઓ નીકળ હતી. જે આ વસ્તી ને ખરી સાબિત કરે છે કે છાબ તળાવ ની આજુબાજુ મંદિરો હતા. આ મામલે હિંદુ સંગઠનો દ્વારા આ વિસ્તારમાં વધુ ખોદકામ કરવામાં આવે તો વધુ મૂર્તિઓ મળી આવે તેમ છે. અને આ દટાયેલી મૂર્તિઓ સૂચવે છે કે આક્રાંતાઓ દ્વારા મંદિરો તોડી પાડી દાટી દેવામાં આવી છે. આ મામલે પુરાતત્વ વિભાગ દ્વારા સંજ્ઞાન લેવામાં આવે અને તે મામલે આગળ સરકારી રાહે કાર્યવાહી થાય તેવી દાહોદના લોકોની માંગ છે.