Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ખાતે વિશ્‍વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ માતા અને બાળકના ભાવનાત્મક સંબંધ...

દાહોદ ખાતે વિશ્‍વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ માતા અને બાળકના ભાવનાત્મક સંબંધ અને વિકાસ માટે પણ સ્તનપાન ખૂબજ મહત્વનું પુરવાર થયું છે

logo-newstok-272-150x53(1)navi 2images(2)HONDA NAVI- RAHUL MOTORS DAHOD          

                                                   કુપોષણને દૂર કરવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તા. ૧ ઓગષ્ટ થી ૭ ઓગષ્ટ સુધી દર વર્ષે વિશ્‍વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે દાહોદ સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીના સભાખંડ ખાતે પ્રોગ્રામ અધિકારી શ્રીમતી સવિતાબેન ભાભોરના અધ્યક્ષસ્થાને પરિસંવાદ યોજાયો હતો.

      આ પ્રસંગે શ્રીમતી ભાભોરે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લો સંપૂર્ણ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં સાક્ષરતા દર ઓછો છે. અને તેમાં પણ મહિલા સાક્ષરતા દર ઓછો છે. સાથે કુપોષણની સમસ્યા છે. આ સમસ્યાને દુર કરવા તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગતિશીલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ અનેક અભિયાનો હાથ ધરાયા છે. કુપોષણ જેવી સમસ્યાને નાથવા માટે માતાનું દૂધ પણ ખૂબ જ અસરકારક છે. માતા અને બાળકના ભાવનાત્મક સંબંધ અને વિકાસ માટે પણ સ્તનપાન ખૂબજ મહત્વનું પુરવાર આરોગ્ય વિભાગે કરી બતાવ્યું છે. છેવાડાની અજ્ઞાન આદિવાસી માતાને યોગ્ય સ્તનપાન અને તેની મહત્તા વિશે એક અઠવાડિયા સુધી વિવિધ રીતે જાણકારી આપવામાં આવે છે. તો ફિલ્ડમાં કામ કરતી બહેનો સંવેદના સાથે અભણ માતાને બાળકના જન્મ પછીનું પીળુ ગાઢું દૂધ આપવાથી થતા ફાયદા,  સ્તનપાનના ફાયદા, બાળકને સ્તનપાન કરાવવાની પધ્ધત્તિઓ, માતાને થતા ફાયદા, ઉત્તમ પોષક તત્વો વગેરેની જાણકારી આપવામાં આવે તે માટે શ્રીમતી ભાભોરે જણાવ્યું હતું.

         આ પરિસંવાદમાં મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી સાથે સંકળાયેલ તમામ બહેનો દ્વારા વિશ્વ સ્તન પાન દિવસની ઉજવણીનો સંદેશો છેવાડાના જનસમુદાય સુધી પહોંચે તેવી બુહદ વિચાર વિમર્શ થયો હતો. બહેનો દ્વારા પોતાના અભિપ્રાયો રજૂ થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments