સરકાર દ્વારા મહિલા પોલીસ સ્ટેશન / મહિલા અભયમ હેલ્પલાઈન નંબર ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટરો અંગે માહિતી અપાઈ
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ઝાલોદ ઘટક – ૩ માં મુખ્ય સેવિકા તથા આંગણવાડી વર્કર દ્વારા કિશોરીઓની ચાકલીયા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામા આવી હતી.
આ દરમ્યાન થીમ મુજબ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, ઘરેલુ હિંસા, દહેજ પ્રથા, સામાજિક શોષણ, બાળ લગ્ન, જાતીય સતામણી, ૧૮૧ હેલ્પ લાઈન વગેરે કાયદાઓ વિષે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતા ગેરફાયદા અંગે કિશોરીઓને સમજ આપવામાં આવી હતી.
સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ આજે અમલમાં છે. જેના દ્વારા સ્ત્રીઓ સ્વમાનભેર પોતાની જિંદગી જીવી શકે અને ખરાબ દૂષણોમાંથી બચી શકી છે. સરકારશ્રી દ્વારા મહિલા પૉલિશ સ્ટેશન/મહિલા અભયમ હેલ્પલાઈન નંબર ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટરો વગેરે ચાલુ છે, તેની હેલ્પ કેવી રીતે લેવી તે વિશે વિસ્તાર પૂર્વક જાણકારી કિશોરીને આપવામાં આવી હતી. એ સાથે પોલીસ અધિકારી દ્વારા કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત, કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારી દ્વારા પ્રોત્સાહન સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.