Wednesday, January 22, 2025
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના રણછોડરાય મંદિર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આયુર્વેદિક ઉકાળો તથા દવાઓનું...

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના રણછોડરાય મંદિર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આયુર્વેદિક ઉકાળો તથા દવાઓનું વિતરણ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • આરોગ્ય વિભાગ દ્વારા હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.
  • નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરીને દવા છંટકાવ કરાયો.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકા મથકમાં કોરોનાના બે કેસ નોંધાતા નગરજનોમાં હડકંપ મચી ગયો હતો. ગત તા.૧૯/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ રણછોડરાયજી મંદિરના પૂજારી અને મુરલીધર ગૌ શાળાના વહીવટદાર સત્યવાનસિંહ મહારાજ કોરોનાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારને સિલ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે નગરમાં કોરોના કેસનો આંકડો બે પર પહોંચ્યો છે.

 THIS NEWS IS POWERED BY –– PHONE WALE 

આજે તા.૨૦/૦૬/૨૦૨૦ ને શનિવારના રોજ રણછોડરાયજી મંદિરના કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સેનેટરી ઇન્સ્પેકટર અનુરાજસિંહ પુવારની આગેવાની તેમજ સ્થાનિક કાઉન્સિલર ડો.ચાર્મી સોની તથા ગજેન્દ્ર પરમારની દેખરેખમાં મંદિર પરિસર, પૂજારીના રહેઠાણ તથા ગૌશાળા સહિતની જગ્યાઓને સેનિટાઈઝ કરીને દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. તદ્ઉપરાંત નગરના સેવાભાવી નીલ સોની તેમજ આરોગ્ય વિભાગના સહયોગથી કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત હોમિયોપેથીક દવાઓ પણ આપવામાં આવી હતી. કોરોના વાઈરસના સંક્રમણથી બચવા સોશીયલ ડિસ્ટન્સ અને માસ્કની ઉપયોગિતા વિશે લોકોને માહિતગાર કરાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments