THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
5 વર્ષ આપણી સરકારના અંતર્ગત કંબોઇમા શાળાનું લોકાર્પણ
આજે તા.૦૧/૦૮/૨૦૨૧ ને રવિવારના રોજ ઝાલોદ તાલુકાના કંબોઇ ગામે નવિન પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
5 વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા. ૦૧ ઓગષ્ટ થી ૦૯ ઓગષ્ટ સુધી વિવિધ દિવસના વિવિધ કાર્યક્રમો રાજ્યભરમા યોજવાના છે. ત્યારે આજે તા. ૦૧/૦૮/૨૦૨૧ ને રવિવારના રોજ઼ પ્રથમ દિવસ ‘જ્ઞાન શક્તિ દિવસ’ તરીકે દાહોદ જિલ્લાના વિવિધ સ્થાનો પર યોજાયો હતો. જેના ભાગ રૂપે ઝાલોદ તાલુકાના કંબોઈ ગામે નવીન તૈયાર થયેલ શાળા ભવનના ઓરડાનું લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ ભુપેન્દ્રભાઈ સંગાડા, કાંતાબેન બામણીયા, બાળ કલ્યાણ સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ સોની, લલીતભાઈ ભુરીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજે રાજ્યભરના હજારો શાળાના ઓરડાનું લોકાર્પણ હજારોની સંખ્યામાં ‘નમો ટેબલેટ’ તેમજ Ph.D. કરનાર વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પાછલા પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે કયાપલટ કરનાર સાબિત થાય છે. અંતમા આભાર વિધિ દિનેશભાઇએ કરી હતી.