THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી lને ધ્યાને રાખી જોરશોર થી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીએ ગુજરાતમાં એક માત્ર એવું હાઈટેક કાર્યાલય ઉભું કર્યું છે. આ છે ભાજપનું હાઈટેક કાર્યાલય. ગુજરાતમાં જ્યારે 150 સીટનો લક્ષ્યાંક આપ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાની 6 સીટો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા તમામ કામો પણ આ હાઈટેક મોબાઈલ વેનમાં બેસી કરવામાં આવે છે.
THIS NEWS IS POWERED BY –– AVSAR HERBAL ENTERPRISE
આ મોબાઇલ વેન કાર્યાલયની વિશેષતા એ છે કે આ કાર્યાલય માં પ્રચાર પ્રસારની સામગ્રી, કમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર, માઇક, સ્પીકર વગેરે બધું જ આમાં ઉપલબ્ધ હોય છે. જેથી આ હાઈટેક વેન લઈને પ્રચારમાં નીકળેલા વ્યક્તિન અંદર બેઠા બેઠા ઓફિસના તમામ કામકાજ પણ કરી અને ખેસ, ટોપી અને અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે. જેથી અંતરિયાળ ગામોમાં જાય, તો તે પ્રચાર સામગ્રીનું વિતરણ પણ એમાંથી થઈ શકે. ગુજરાતનું આ પોતાની શૈલીમાં પહેલું હાઈટેક પ્રચાર પ્રસારનું માધ્યમ છે. જે દાહોદમાં કાર્યરત છે, જે દાહોદ જિલ્લાની દરેક વિધાનસભાને હાઇટેક ટેકનોલોજી થી બ્લક વોટસઅપ મેસેજ, બલ્ક વોઇસ કોલ, બલ્ક મેસેજની સેવાઓ દ્વારા કાર્ય કરે છે. તેમ ભાજપના મહામંત્રી નરેન્દ્ર સોની જણાવ્યું હતું. નરેન્દ્ર સોની જિલ્લા ભાજપ મહામંત્રી કે જેમને આ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે.