 દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના આયોજન બાબતે જરૂરી સૂચનાઓ આપી. દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના આયોજન બાબતે જરૂરી સૂચનાઓ આપી.
- ખાસ સધન સુધારણા (SIR) ને લગતી તમામ જોગવાઈઓને ધ્યાને રાખી કામગીરી કરવા સૂચના આપતા કલેકટર યોગેશ નિરગુડે
દાહોદ કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના આયોજન બાબતે ERO અને AERO માટેની વર્ચ્યુઅલ તાલીમ યોજવામાં આવી હતી. મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના ગણતરીના તબક્કામાં BLOs દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મ (EF) નું વિતરણ કરશે, તેમજ મતદાર પાસેથી ભરેલ ગણતરી ફોર્મ (EF) પરત લઈને ERO/AERO ને સબમિટ કરશે, તેમજ ગણતરીના તબક્કામાં BLO તેમના વિસ્તારમાં ઘરે ધરે ફરીને મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરશે તેવી સૂચના આપવામાં આવી.
આ તાલીમ અન્વયે કલેકટરએ દાહોદ જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગવાઈઝ ખાસ સધન સુધારણા (SIR) ની પ્રક્રિયામાં કરાયેલ તેમજ કરવાની થતી કામગીરીની સૌ ERO તેમજ AERO પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરી હતી. સાથે જણાવ્યું હતું કે, ખાસ સધન સુધારણા (SIR) લક્ષી જોગવાઈઓ ને ધ્યાને રાખીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવુ તેમજ ગંભીરતાથી કામગીરી કરવી. ERO તેમજ AERO એ પોતાના AC માં સતત મોનીટરીંગ કરી તબક્કા મુજબ કામગીરી કરવાની રહેશે.
આ તાલીમ દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા, મામલતદાર ચુંટણી સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી દાહોદ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તેમજ મતદારયાદી સાથે સંકળાયેલા તમામ તાલુકાઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 
                                    