KEYUR PARMAR DAHOD
દાહોદ નગર સેવા સદન અને હોલી–જોલી ગૃપ દ્વારા દાહોદમાં ગત રવિવારની સફળતાને ધ્યાનમાં રાખીને આ રવિવારે ફરીથી સ્ટ્રીટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું: આપણી ભુલાઈ ગયેલી રમતો રમાડવાનો અને આપણા બાળકોને મોબાઈલની દુનિયામાથી બહાર લાવવાનો અને ઉમંગ અને ઉત્સાહ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હોલી-જોલી ગૃપની સાથે-સાથે દાહોદ નગર સેવા સદનના પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી, માજી પ્રમુખ રાજેશભાઈ સહેતાઈ,કાઉન્સીલર કાઇદભાઇ ચુનાવાલા, પ્રશાંતભાઈ દેસાઇ, સલમાબેન આંબાવાલા, રીના પંચાલ તથા અન્ય કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ રવિવારે પણ લોકો હોલી-જોલી ગૃપની ધારણા કરતાં અને સમય કરતાં વહેલા આવી ગયા હતા અને પોત-પોતાના મિત્રવર્તુળ અને પોતાના બાળકો સાથે આ જગ્યા પર આવી પોતાની જૂની રમતો જેવી કે રેલી, ગીલ્લી-દંડા, સાપસીડી, ભમરડા, સાત ટીકડી સતોડીયું, હોકી, ફૂટબોલ ક્રિકેટ, દોરડાકૂદ, દોરડાખેંચ આંટીગુટી, પગથીયા કોથળાકૂદ જેવી ભુલાઈ ગયેલી બધી રમતો રમી અને રમાડી સૌએ આનંદ માન્યો હતો. અને દાહોદને સ્માર્ટસીટીની હરોડમાં મૂકવા આ નવતર પ્રયોગ નગર સેવા સદન અને હોલી-જોલી ગૃપ દ્વારા કરવામાં આવ્યો હતો.
આજે તા. ૨૯.૦૫.૨૦૧૬ ના રવિવારે સવારના ૦૬:૦૦ કલાક થી ૦૮:૦૦ કલાક સુધી ગડી રોડ પર આવેલ પાણીની ટાંકી પાસેથી સ્ટેશન રોડ પર આવેલ સરસ્વતી માતાના સ્ટેચ્યું સુધીના રસ્તાને બ્લોક કરી ત્યાં બાળકો થી લઈને મોટી ઉમરના વ્યક્તિઓ આપણી ભુલાઈ ગયેલી રમતોથી માંડીને અવનવી રમતો ડાન્સ, સ્કેટીંગ,કરાટે, સાઇકલ જેવી અનેક રમતો રમવા લોકોને બહુ મઝા પડી હતી અને લોકોને આ બે કલાક પણ ઓછા લાગ્યા હતા અને તેઓએ નગર સેવા સદન ના પ્રમુખ અને હોલી-જોલી ગૃપને વિનંતી કરી હતી કે આવા કાર્યક્રમ દર રવિવારે કરે અને સમય થોડો વહેલો કરે. દરેક વ્યક્તિ પોતાના બાળકો સાથે રમતો રમી અને રમાડી બહુ જ ખુશ થયા હતા. આ સાથે હોલી-જોલી ગૃપ ના તમામ સભ્યો જેમાં મુક્તિ રાહુલ તલાટી, રાખી ઉમંગ સોની, નીતુ નીરવ શાહ, મરીયમ બુરહાન વાસનવાલા, નીતા શૈલેષ પટેલ, રજની શરદ કોડિયા અને અન્ય સભ્યો તથા દાહોદ નગર સેવા સદનના પ્રમુખે લોકો ત્યાં આવીને બધી રમતો રમ્યા તે બદલ સૌનો આભાર માન્યો હતો અને હોલી – જોલી ગૃપના સભ્યોએ ફરીથી આવા કાર્યક્રમ આવતા વર્ષે વેકેશનમાં કરવામાં આવશે અને સાથે-સાથે દાહોદને સ્વચ્છ બનાવવા તથા જ્યાં ત્યાં ગંદકી ન ફેલાય તે માટે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી દાહોદને ક્લીનસીટી – સ્માર્ટસીટી બનાવવા લોકોને અપીલ કરી હતી.