દાહોદ શહેર નાં સ્ટેશન રોડ ઉપર નહેરુ ગાર્ડનમાં એક પૂલ નો રૂમ અને ખાણીપીણી ના સ્ટોલ નું બાંધકામ કરવામાં આવ્યું છે. અને જયારે ગાંધી ગાર્ડનમાં જે 6 પોકેટ છે તેને તો પહેલા હતો ત્યાંથી હટાવી ને નગરપાલિકા દ્વારા બાજુમાં જગ્યા આપવામાં આવી છે. જે જગ્યામાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવેલ છે તેમ કહેતા દાહોદનાં એક નાગરિક બ્રિજેશ સી. દરજી ધ્વારા સ્વાગતમા અરજી કરવામા આવેલ હતી જેની કાર્યવાહીનાં ભાગ રૂપે દાહોદ જીલ્લા કલેકટર ની સુચના મુજબ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા 9/10/2015 ના રોજ નોટીસ આપવામા આવી હતી જેમા શબ્બીર હન્નાન કાગદીને નોટીસ મળ્યેથી દિન ત્રણમા જવાબ આપવાનો હતો. જેમાં સ્પષ્ટ જણાવામાં આવેલ કે નહેરુ બાગમાં ગેરકાયદે બાંધકામ થયેલ છે અને તે નિયમ વિરુદ્ધ છે જેને ચલાવી શકાય નહિ અને 6 પોકેટમાં બાળકો માટે ની રાઈડ ની મંજુરી છે તેમાં પણ વધારાના બ્લોકસ અને બાંધકામ કરેલ છે. જેથી આજે દાહોદ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા સ્થળ પર જઈને સીલ કરવા નો આદેશ કરવામા આવેલ જેના ભાગ રૂપે આ બન્ને જગ્યાઓને આજે નોટીસ મારી સીલ કરી દેવામાં આવેલ હતી .
બ્રિજેશ સી. દરજી અરજદાર — દાહોદ શહેરનાં તમામ બાગ બગીચામા થઇ રહેલ બંધકામ માટે અરજી કરેલ છે અને જેમાં ફૂડ કોર્ટ વાળી જગ્યા પણ સામેલ છે. પરંતુ ગાંધી ગાર્ડન અને નહેરુ ગાર્ડનમા દબાણ કલેકટરને વધારે પડતું લાગ્યું હશે એટલે પહેલા એનો ઓડર કર્યો હશે. પરંતુ વાત સમગ્ર દાહોદની ગ્રીન સ્પેસ ની જગ્યાઓ માટે છે જેથી મારી વિનંતી છે કે જીલ્લા કલેકટર આ બાબતે ધ્યાન આપી અને કાર્યવાહી કરે. જેથી દાહોદ નગરને જે જગ્યા ખુલ્લી મળવી જોઈએ તે મળે અને તેનો સદઉપયોગ જાહેર હિત માટે થઇ શકે.
જયારે બીજી બાજુ દાહોદ શહેરના લોકોમાં આ વાત વાયુ વેગે ફેલાતા એવી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું કે જયારે આ જગ્યાઓ ઉપર દારૂડીયાઓ, ખિસ્સા કાત્રુઓ અને જુગારીયો નો અડ્ડો હતો ત્યારે કોઈ કેમ નહોતું બોલતું અને હાલમાં જયારે લોકોનીજ વારંવાર ની રજુઆતો થી જો નગર સેવા સદને આ બનાવવાની મંજુરી આપી હોઈ તો તેને ધ્યાને લઇ જે ગેરકાયદે છે તેમાં ફેરફાર કરવાનું કહી શકાયું હોત. સામે આવતા તહેવારોને જો ધ્યાને લેવામાં આવેતો એમ્યુઝમેન્ટ પાર્ક જ એક એવું સ્થળ છે જ્યાં બાળકો ને લઇ જઈ અને મનોરંજન કરાવી શકાય. જેથી લોક માંગણી ને ધ્યાને લઇ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાનાં હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.