દાહોદ શહેર APMC માં આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગ રૂપે આજે દાહોદ APMC, માજી સૈનિક સંગઠન અને રાધે રાધે ગ્રુપ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની એક ખાસિયત હતી કે આ રેલીમાં 1551 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકાળવામાં આવી હતી. આ રેલી દાહોદના માર્કેટયાર્ડ ગેટ નં. ૧ – સરદાર ચોક પડાવ – નેતાજી બજાર – ગાંધી ચોક નગર પાલિકા – મહાત્મા ગાંધી રોડ – ગોવર્ધન ચોક – તળાવ – સૈફી હોસ્પિટલ – ભગિની સમાજ – વિવેકાનંદ ચોક – બસ સ્ટેન્ડ રોડ – ઝાલોદ રોડ ઓવર બ્રિજ – ગોદી રોડ – ચાકલીયા રોડ – અંડર બ્રિજ — ઠક્કરબાપા ચોક – આશીર્વાદ ચોક – ગોવિંદ નગર – એ.પી.એમ.સી. સર્કલ – મંડાવાવ રોડ જેવા વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી અને રળીયાતી રોડ માર્કેટ યાર્ડના ગેટ નં. ૩ ઉપર પૂર્ણ થઈ હતી આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા લોકોનું વિશેષ આકર્ષણ નું કેન્દ્ર બની હતી.
દાહોદ શહેરના અનાજ માર્કેટિંગ યાર્ડમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસેથી 1551 ફૂટ લાંબા તિરંગા ધ્વજ સાથે “તિરંગા યાત્રા” નીકાળવામાં આવી
RELATED ARTICLES