

દાહોદ નગર પાલિકા તરફથી દાહોદ શહેરને સ્માર્ટસિટીના બીજા તબક્કામાં આવરી લેવા માટે આજ રોજ દાહોદ શહેરના અર્બન ક્રીડાંગણ, દાહોદ અનાજ મહાજન મેદાનમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માટે દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી તથા દાહોદ નગર પાલિકાના કાઉન્સીલર સભ્યો અને ભાજપના અન્ય કાર્યકર્તાઓએ દાહોદ શહેરની જનતા પાસે સ્માર્ટસિટી બનાવા માટેના સૂચનોના આશરે દસ હજાર (૧૦૦૦૦) જેટલા ફોર્મ ભરાવ્યા હતા અને જે કોઈ પણ વ્યક્તિએ સ્માર્ટસિટી બનાવા માટેના ફોર્મ ભરીને નગર પાલિકામાં જમા કરાવ્યા તેને આ સાંસ્કૃતિક કાર્યક્રમના પાસ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ફેમ નટુકાકા, બાઘેશ્વર ઉર્ફે બાઘો અને બાવરી આવ્યા હતા અને દાહોદ શહેરને સ્માર્ટસિટી બનાવા તથા સ્માર્ટસીટીના બીજા તબક્કામાં દાહોદ શહેરનું નામ આવે તે માટે દાહોદની જનતાને સૂચનો કર્યા હતા અને આ કાર્યક્રમમાં દાહોદ શહેરની જનતાએ દાહોદ શહેરને સ્માર્ટસિટીના બીજા તબક્કામાં પ્રવેશ કરે તે માટે બહુ મોટી સંખ્યામાં હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.