પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી વાહન ચેકીંગ દરમ્યાન ગાંધીનગર જિલ્લાના વાહન ચોરીના નવ અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલી છ (૬) આરોપીઓને નવ (૯) મો.સા.કિ.રુ.૩,૧૬,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડની દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જીલ્લામા વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ ગુનાના આરોપીઓ ને શોધી કાઢવા
એમ.એફ.ડામોર, I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ ઝાલોદ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા ફરતા ફરતા ઝાલોદથી ફતેપુરા જતા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગમા હતી તે દરમ્યાન એલ.સી.બી.પો.ઇન્સ ને મળેલ બાતમી ના આધારે ફતેપુરા બાજુથી બે ઇસમો (૧) પલ્સર મો.સા રજી. નંબર GJ31C6910 (૨)એક નંબર વગરની પલ્સર મોટર સાયકલ એમ બે મોટર સાયકલો લઇ ઝાલોદ ત્રણ રસ્તા ચોકડી બાજુ વેચવા આવતા હતા જેમને રોકવા ઇશારો કરતા તેઓએ મો.સા.પરત વાળી ભાગવા જતા તેઓને દોડીને કોર્ડન કરી ઝડપી પાડી મોટર સાયકલના આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ નહીં આપી કાગળો નહી હોવાનું જણાવેલ જેથી પકડાયેલ ઇસમો (૧) અજમલભાઇ બચુભાઇ જાતે કિશોરી રહે. જાંબુડી (મોટા નટવા) તા. ફતેપુરા જી.દાહોદ, (૨) મેહુલભાઇ ધીરાભાઇ પારગી રહે. માધવા હનુમાન ફળીયા તા. ફતેપુરા જી.દાહોદ નાઓની પાસેથી મળી આવેલ બે પલ્સર મો.સા.ના રજી નંબર તથા એન્જીન-ચેસીસ નંબર આધારે પોકેટ કોપ તેમજ ઇ,ગુજકોપ એપ ધ્વારા તપાસ કરતા શંકાસ્પદ જણાઇ આવતા તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ પોતે તથા તેના સાગરીત સાથે ભેગા મળી ગાંધીનગર જિલ્લામા અલગ અલગ જગ્યાએથી ચોરી કરી લાવી પોતાની પાસે તેમજ અન્ય લોકોને સસ્તામા વેચેલ હોવાની કબુલાત કરી હતી જેથી તેઓને સાથે રાખી તેઓના તથા સહઆરોપીઓને વેચેલ હોય, જેઓના ઘરે તપાસ કરતા તેમની પાસેથી નવ (૦૯) મો.સા. મળી હતી.
આ પકડાયેલ ગેંગના સાગરીતોની મોડેસ ઓપરેન્ડી એ હતી કે આ ગેંગમા મુખ્ય આરોપી સહીત કુલ:૦૪ સભ્યો હોય જેઓ મજુરી કામ દરમ્યાન મો.સા.ની રેકી કરી કોઇ વ્યકિત આજુબાજુમા જોવા ન મળતા મો.સા.નુ લોક તોડી કે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી લાવી સસ્તામા વેચી દેવાની એમ.ઓ ધરાવે છે. આમ, પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી વાહન ચેકીંગ દરમ્યાન ગાંધીનગર જિલ્લાના વાહન ચોરીના નવ અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલી છ (૬) આરોપીઓને નવ(૯)મો.સા. કિ.રુ.૩,૧૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી.