દાહોદ જિલ્લાનાં મુખ્ય મથક દાહોદની નગર પાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં જ થનાર છે તેવું જાહેર નવા તથા જુના ભાજપના કાર્યકર્તા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા ફોર્મ ભરાયા બાદ કોને ટીકીટ મળશે તેની આતુરતા વધી ગઈ હતી અને આજે તા.૦૯/૦૪/૨૦૨૬ ને ગુરુવારના રોજ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવાના હતા પરંતુ ભાજપ મોવડી મંડળ દ્વારા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો અને તેમાં ક ક્રાઈટેરીયા બાંધી દેવામાં આવ્યો હતો જે ક્રાઈટેરીયા મુજબ (૧) 60 વર્ષ ની વયમર્યાદામાં ઉમેદવારને ટીકીટ નહિ, (૨) 3 ટર્મ થઈ હોય તો ટીકીટ નહિ, (૩) પરિવારમાં કોઈ સભ્યને એક વાર ટીકીટ મળી હોય તો ટીકીટ નહિ, (૪) હોદ્દેદારો લડી શકશે ચૂંટણી, પહેલા હોદ્દેદારોને ટીકીટ નહિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે મુજબ મોવડી મંડળ દ્વારા દરેક કાર્યકર્તાનું ધ્યાન રાખીને આ વખતે નવા જ ઉમેદવારો નક્કી કર્યા અને તેમના નામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ જે નવા અને ઉત્સાહી કાર્યકર્તા છે તેઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને જે ઉમેદવારના નામ જાહેર થયા છે. તેઓના પરિવારમાં પણ ઉત્સાહ સાથે ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી.


આ દરેક નવા ઉમેદવારોએ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જે ઉમેદવારના નામો જાહેર થયા છે તે દરેક ઉમેદવારને NewsTok24 ના એડિટર ઇન ચીફ નેહલભાઈ શાહ તથા એક્ઝીક્યુટીવ એડિટર કેયુર પરમાર તથા સમગ્ર ટીમ વતી હાર્દિક શુભકામના પાઠવવામાં આવી છે.


