NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લાના દાહોદ શહેર ખાતે ગઈકાલથી પ્રદેશ નિરીક્ષકોની ટીમ જેમાં અમીત ઠાકર પ્રભારી દાહોદ જીલ્લા, સુનીલ સોલંકી માજી મેયર વડોદરા , ઉર્મિલાબેન વસાવા માજી પ્રદેશ મંત્રીએ કામગીરી શરુ કરી દીધી હતી. જેમાં ફતેપુરા , સંજેલી અને ઝાલોદની અરજીઓ ની સુનવણી ની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. આજે ધાનપુર , ગરબાડા અને દેવગઢ બારિયાની પ્રક્રિયા ચાલી રહી છે. સાથે સાથે દાહોદ તાલુકો પણ આવરી લેવાયો છે. દાહોદ શહેર ની અરજીની પ્રક્રિયા પરમદિવસે એટલે કે શુક્રવારે હાથ ધરાશે.
જયારે દાહોદ સ્માર્ટ સીટી બનવા જી રહ્યું છે ત્યારે પાણી ની સુવિધા ને ધ્યાનમાં રાઆખી મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે 850 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. અને આ ઉપરાંત દાહોદ થી ચિતોડગઢ નેશનલ હાઈવે નું કામ પણ શરુ કર્યું છે અને કેન્દ્રિય વિદ્યાલય નું કામ પણ શરુ થઇ ગયું છે. બીજી બાજુ ગેસ ની પાઈપ લાઈન નું કામ પણ શરુ થવાનું છે. હાલમાં અરુણ જેટલી એ 7 શહેરો ની જાહેરાત કરી તેમા પણ દાહોદ નું નામ છે. આમ દાહોદ ને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ રીતે સહકાર આપી દાહોદ જીલ્લા ના વિકાસ ને વધુ અને વધુ ઝડપથી આગળ વધારવા માટે ના અવીરત પ્રયાસો થઇ રહ્યા છે ત્યાં આપણી જીલ્લા ની જનતાની પણ અમુક ચોક્કસ જવાબદારી થાય કે આપડે સરકાર ને આ તમામ કામોમા અને આગળ વધવા માટે મદદરૂપ થઇએ.
દાહોદ જીલ્લા પંચાયતમાં કુલ 400 અરજીઓ આવીછે , તાલુકા માટે કુલ 1500 અરજીઓ છે અને દાહોદ નગરપાલિકા માટે ફૂલ 210 અરજીઓ આવી છે. જેમને સાંભળવાનું હાલ કામ થઇ રહ્યું છે. ત્યાર બાદ આપ્રક્રીયા માંથી પસંગી પામેલ આર્જીઓ અને નામોનું લીસ્ટ પાર્લામેન્ટરી બોર્ડ ને સોપાશે અને ત્યાં ફાઈનલ નામો ઉપર મોહર વાગશે.
દાહોદ સ્માર્ટ સીટી બનવા જઈ રહ્યું છે ત્યારે યંગ ,ઉત્સાહી અને ટેલેન્ટેડ યુવા વય અને કામ કરવામાં પણ સ્માર્ટ હોય તેવા ઉમેદવારો ની ઉપર પસંદગી મુકવામાં આવશે અને 2015 અને 2016 દાહોદના લોકો માટે ખુબજ મહત્વનું છે જેને લોકોએ પોતે સમજીને સારા ઉમેદવારો ની પસંદગી કરી દાહોદ નું ભાવી ઘડતર ધ્યાન માં રાખી ને મતદાન કરવું જોઈએ.
તેમજ આટલી મોટી સંખ્યામા અરજીઓ આવી હોઈ દાહોદ જીલ્લાનું વાતાવરણ ભાજપ માટે એકદમ સાનુંકુળ જણાય છે એવું દાહોદ જીલ્લાનાં પ્રભારી અમિત ઠાકરે જણાવ્યું હતું.