SABIR BHABHOR FATEPURA
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ઝલઈ ગ્રામ પંચાયતમા ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પારગી એ ફતેપુરા તાલુકા પંચાયત તરફ થી તળાવ ઊંડુ કરવા બાબતે ઈસ્યુ કરેલ મસ્ટરો મા ગેરરિતી આચરી ઓનલાઈન ખોટી ડેટા એન્ટ્રી કરી તેમજ ખોટી હાજરી ભરી તેમજ ખોટા દસ્તાતાવેજો,ખોટી સહીઓ નો ઉપયોગ કરી રૂ/-૧,૯૪,૦૦૦/- ઉપરાંત ની ઉચાપત કરવાની કોશીશ કરતા પ્રોગ્રામ ઓફીસર તા.વિ.અધિકારી ફતેપુરા એ ફતેપુરા પોલીસ મથકે ફરીયાદ આપતા ફતેપુરા પોલિસે ગ્રામ સેવક દિનેશભાઈ વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૬૬(૧) (એ).૪૬૭,૪૬૮,૪૭૧,૫૧૧ મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
HONDA NAVI — RAHUL MOTORS DAHOD