Friday, January 3, 2025
Google search engine
HomeBig Breakingમલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે અસભ્ય નિવેદન આપ્યું તે બદલ...

મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે અસભ્ય નિવેદન આપ્યું તે બદલ દાહોદ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

THIS NEWS IS SPONSORED BY – RAHUL HONDA

ગુજરાત રાજ્ય 2022 ની વિધાન સભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણ ના પડઘમો તા. ૨૯/૧૧/૨૦૨૨ નાં રોજ શાંત થવાના હતા, તેના થોડાક કલાકો પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નવનિર્વાચિત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં ચૂંટણી પ્રવાસે હતા અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક જનસભામાં તેમણે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે અસભ્ય નિવેદન કરી તેમનો અને સમગ્ર દેશનું ઘોર અપમાન કરેલ છે. 100 માથાવાળા રાવણ સાથે તેમને સરખાવી દેશના વડાપ્રધાનનું જ નહીં પરંતુ ગુજરાતના સપૂતનું તેમજ ગુજરાતની જનતાનું ગુજરાતની ધરતી પર અપમાન કરેલું છે અને ગુજરાતની અસ્મિતા અને લાંછન લગાડેલ છે. દેશના સૌથી જુના રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ ચૂંટણી ટાણે પોતાની ગરીમા ભૂલી કેટલાક નીચા સ્તરે જઈ શકે છે, તેનો આ પ્રત્યક્ષ દાખલો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આ નિવેદનનો સખત વિરોધ કરે છે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આવું અપમાન ક્યારેય સાખી લેશે નહીં.

ગુજરાતની શિક્ષિત અને સમજદાર પ્રજા પણ ગુજરાતના સપૂત અને તેમના થકી ગુજરાત અને ગુજરાતીઓનું આવું અપમાન ક્યારેય સહન ન કરી શકે. લોકશાહીમાં ચૂંટણીના સમયે દરેક નેતાને તેમના પ્રતિસ્પર્ધીને વિરોધ કરવાનો હક છે પરંતુ આ સભ્ય નિવેદનો ક્યારેય ન કરી શકાય. કોઈપણ નિવેદન આપતી વખતે પોતાનું શાણપણ અને વિવેક બુદ્ધિ ગુમાવાય નહીં. ભાષણ અને શબ્દનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો એ મોટા ગજાના નેતાની ફરજ છે.

THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA & DECORATION

ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને ગુજરાતની સમગ્ર જનતા મલ્લિકાર્જુન ખડગે ના આ સભ્ય નિવેદનનો આંકરા શબ્દોમાં વિરોધ કરે છે અને તેમના ઉપર સત્વરે જરૂરી તમામ સખત પગલાં લેવા આ સાથે દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના આ અસભ્ય નિવેદનને આંકરા શબ્દોમાં વિરોધ કરી દાહોદ જિલ્લા કલેકટરને આવેદન આપવા માટે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, જિલ્લા મહામંત્રી સ્નેહલભાઈ ધરીયા, નરેન્દ્રભાઈ સોની, જિલ્લા કાર્યાલય મંત્રી હીરાલાલ સોલંકી, જિલ્લા મીડિયા સહ ઇન્ચાર્જ નેહલભાઈ શાહ, જિલ્લા આઇ.ટી. સેલ ઇન્ચાર્જ કેતનભાઇ કવાસીયા, જિલ્લા આઇ.ટી. સેલ સહ ઇન્ચાર્જ કલ્પેશભાઈ તલાટી, દાહોદ શહેર મહામંત્રી અર્પીલભાઈ શાહ, દાહોદ નગર યુવા મોરચાના ઉપપ્રમુખ હાર્દિકભાઈ પટેલ, જયદીપભાઇ સોલંકી તથા જીગ્નેશ ભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments