- યોગએ કર્મ છે યોગના માધ્યમ થકી લોકોન જીવનમાં ઉજાસ પહોચાડવાનો પ્રયાસ કરીએ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી (ધારાસભ્ય)
- સેન્ટ મેરી સ્કૂલ દાહોદ ખાતે ધારાસભ્ય કનૈયાલાલ
- કિશોરીના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષા સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઇ
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરીત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર, દાહોદ દ્વારા આજરોજ સેન્ટ મેરી સ્કૂલ દાહોદ ખાતે જિલ્લાકક્ષા સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩નું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી એ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, યોગએ કર્મ છે. યોગના માધ્યમ થકી લોકોના જીવનમાં ઉજાસ પહોચાડવાનો પ્રયાસ કરીએ. યોગમાં યોગદાન આપી ધન્યતા અનુભવીએ. તેમણે રાજ્ય સરકાર દ્વાર યોગ સ્પર્ધાના સરાહનિય પ્રયાસની પ્રસંશા કરતા સ્પર્ધકોને વધુમાં જણાવ્યું હતું કે, સ્પર્ધામાં વિજેતા બનીએ ત્યારે રકમ મહત્વની નથી પરંતું યોગને પોતાના જીવનમાં સ્થાન આપવું તથા અન્યના જીવનને પરિવર્તિત કરવું એ મહત્વની બાબત છે. તેમણે યોગ વિવિધ રીતે માનવીના જીવનમા પ્રદર્શિત થયા કરે છે એમ ઉમેરી યોગ દ્વારા શારિરિક સ્વસ્થ્ય સહિત માનસિક શાંતિનો અનુભવ થાય છે એમ જણાવી યોગને જીવન જીવવાના માધ્યમ તરીકે અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો. અંતે તેમણે રાજ્યકક્ષાએ દાહોદ જિલ્લાનું નામ રોશન કરવા સૌને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા એ સરકારશ્રી દ્વારા આયોજીત સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩ અંગે વિગતવાર જાણકારી આપી હતી.દાહોદ જિલ્લા યોગ કોડીનેટર દેવેન્દ્ર પટેલ એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જે.સી.ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોક પટેલીયા, દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર સુજાન કિશોરી જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડીનેટર, તથા ટ્રેનરો, તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા