Friday, November 22, 2024
Google search engine
HomeValsad - વલસાડવલસાડ જિલ્લાના આંગણવાડી બહેનો માટે વર્કશોપ યોજાયો. બાળકોના પાયાના ઘડતરમાં આંગણવાડીની બહેનો...

વલસાડ જિલ્લાના આંગણવાડી બહેનો માટે વર્કશોપ યોજાયો. બાળકોના પાયાના ઘડતરમાં આંગણવાડીની બહેનો છે : કલેકટર રેમ્‍યા મોહન

nilesh-modi-navsarilogo-newstok-272-150x53(1)
Nilesh Modi – Valsad 

વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ, વલસાડ દ્વારા આંગણવાડી બહેનો માટે ‘‘આંગણવાડીના ભુલકાંઓનું જતન અને જાળવણી સુચનાઓ નહીં પ્રેરણાની કેળવણી” વિષયક વર્કશોપ મોરારજી દેસાઇ હોલ વલસાડ ખાતે યોજાયો હતો. આ વર્કશોપનું ઉદ્‌ઘાટન જિલ્લા કલેક્‍ટર રેમ્‍યા મોહનના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટરએ જણાવ્‍યું હતું કે, બાળકોના પાયાના ઘડતરનું પ્‍લેટફોર્મ આંગણવાડીની બહેનો છે ત્‍યારે તેઓ સાથે પરસ્‍પર ચર્ચા-વિચારણા કરી પોતાનો અભિપ્રાય આપે તે જરૂરી છે. ઘરમાં આપણા બાળકોનું જે રીતે પાલન કરીએ છીએ તે રીતે જ આંગણવાડીના ભૂલકાંઓને પણ પ્રેમ અને હુંફ આપવી જોઇએ. બાળકોને પ્રેમથી કેળવણી આપીએ તો સાચી દિશામાં વિકાસ થશે. જે ભારતનું ઉજ્જવળ ભવિષ્‍ય કહેવાશે. પ્રધાનમંત્રી વીમા યોજનાની જાણકારી આપી જરૂરિયાતમંદોને તેનો લાભ મળે તેવા પ્રયાસો કરવા જણાવ્‍યું હતું.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જાસ્‍મિન પંચાલે પ્રાસંગિક ઉદ્‌બોધનમાં બાળકો માટે અમલીકરણ થયેલી યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી. તેમજ વધુમાં જણાવ્‍યું હતું કે, બાળ સુરક્ષા અને બાળ વિકાસ એ બન્ને અત્‍યંત જરૂરી છે, જેથી ગ્રામ્‍ય અને શહેરી કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડી.એમ.પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી સમાજ સુરક્ષાની વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી.

આ અવસરે આંગણવાડીને બહેનોને આઇ.ઇ.સી. કીટનું મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરવામાં આવ્‍યું હતું. ટ્રેઇનર દિપક તરૈયાએ બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્‍યવહાર કરવા અનુરોધ કર્યો હતો. આ વર્કશોપના મુખ્‍ય વિષયો ‘આપણી જીવનશૈલી અને કાર્યપધ્‍ધતિનું સ્‍વમૂલ્‍યાંકન’, ‘બાળમૈત્રીપૂર્ણ આંગણવાડી અને ભાવાવરણની સમજ’, ‘બાળ કેળવણી અને બાળ સુરક્ષાની અગત્‍યની પ્રક્રિયાની સમજણ’ છે, તેમ જણાવ્‍યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ગૌરાંગ મકવાણા, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ અધિકારી દિપેશ પટેલ, ચાઇલ્‍ડ વેલ્‍ફેર સમિતિના ચેરમેન શ્રીમતી નલીના ટંડેલ તેમજ વલસાડ તાલુકાના આંગણવાડી બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments