KEYUR PARMAR DAHOD BUREAU
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના પંકજ સોસાયટી, ચાકલીયા રોડ પર શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, આવેલ છે જેનું સંચાલન શ્રી રાજ શ્યામાજી સેવા ટ્રસ્ટ દ્વારા દાહોદના વણકર સમાજ દ્વારા કરવામાં આવે છે॰ આ મંદિર બાંધવાની શરૂઆત ૧૯૮૯માં કરવામાં આવી હતી અને આ મંદિરનું બાંધકામ ૧૯૯૧માં પૂર્ણ કરી ત્યાં ભગવાનની ગાદીજીની સ્થાપના કરવામાં આવી હોઈ આ વર્ષે તેને ૨૫ વર્ષ પૂર્ણ થતાં હોઇ આ મંદિરનો રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.HONDA NAVI – BOOKING OPEN AT RAHUL MOTORS DAHOD
આજ રોજ તા. ૩૧મી મે ૨૦૧૬ મંગળવારે સવારના ૮ કલાકે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરથી શોભાયાત્રા નીકળી ગોવિંદ નગર થઇ ફાયર સ્ટેશન થી કોર્ટ રોડ ઉપર થઇ નગરપાલિકા ચોક થી યાદગાર ચોક થઇ જળ ભવન વાળા રસ્તા તરફ થી પરત સવારે ૧૧ કલાકે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પર પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જગતગુરૂ આચાર્યશ્રી ૧૦૮શ્રી કૃષ્ણમણિજી મહારાજ (શ્રી-૫ – નવતનપુરી ધામ, જામનગર), જગતગુરૂ આચાર્યશ્રી ૧૦૮શ્રી સૂર્યનારાયણજી મહારાજ (શ્રી-૫ – મહામંગલપુરી ધામ – સુરત), ધર્મગુરૂશ્રી ડો. દિનેશ પંડિતજી (શ્રી-૫ – પદ્માવતીપુરી ધામ – પન્ના), આચાર્યશ્રી ૧૦૮ ટહલકિશોરજી મહારાજ (શ્રી ભદ્રાવતીપૂરી ધામ – બરોડા), શ્રી ગાંધી પુજારીજી (શ્રી-૫ –પદ્માવતીપુરી ધામ – પન્ના), સ્વામીશ્રી લક્ષ્મણ જ્યોતીજી મહારાજ (સુરત), શ્રી રશ્મિગુરૂજી (હરકુંડી), ડો.મહેશ પંડ્યા (ગાંધીનગર) તથા પંડિત રૂપરાજજી શર્મા અને રંજન દુબે (પન્ના) તથા બહારગામથી આવેલા હરિભક્તો બહુ મોટી સંખ્યામાં પધાર્યા છે. આ ૨૫માં વાર્ષિક મહોત્સવ (રજત જયંતિ) નિમિત્તે સવારના ૧૧.૦૦ કલાક થી શ્રી કુલજમ સ્વરૂપ સાહેબ ગ્રંથના સાપ્તાહિક ૧૦૮ પારાયણ મહાયજ્ઞ મહોત્સવનો શુભારંભ થયો હતો જે તા. ૬ જૂન સુધી ચાલશે. સાંજના ૫ વાગ્યાથી પરમ પૂજ્ય ગુરૂજનના આશીર્વચનનો કાર્યક્રમ રાખેલ છે.
તારીખ ૧લી જૂન બુધવારના રોજ થી તારીખ ૫ મી જૂન રવિવાર સુધી દરરોજ સવારે ૧૦ કલાક થી બપોરના ૧૨ કલાક તથા સાંજે ૫ કલાક થી ૭ કલાક સૂધી આવેલ ગુરૂજનો દ્વારા જ્ઞાનવાણી કરવામાં આવશે અને દરરોજ રાત્રે ૯ કલાક થી ૧૨ કલાક સુધી ગરબા, ભજનસંધ્યા તથા સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના દાહોદ શહેર ઉપરાંત નવસારી,સુરત, વડોદરા, અમદાવાદ તથા મધ્યપ્રદેશના ઝાબુઆ, મેધનગર, પારા, રાણાપુર જેવા અનેક સ્થળોથી લોકો આવી આ પ્રસંગનો લાભ મેળવવાના છે.
તારીખ ૬ઠી જૂન ૨૦૧૬ ના સોમવારના રોજ સવારે ૧૦ કલાકે શ્રી ૧૦૮ પારાયણની પૂર્ણાહુતિ અને ત્યારબાદ પરમ પૂજ્ય ગુરૂજનના આશીર્વચન રાખેલ છે. આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ પ્રમાણી મંદિર, પન્ના (મધ્યપ્રદેશ) ના મુખ્ય મહારાજ પણ પધારવાના છે.
શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના પ્રમુખ બિરજુભાઈ ભગત દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવેલ છે.