Breaking : દાહોદમાં બે આખલાઓએ ચાકલિયા રોડ અંડર બ્રિજ પાસે મચાવ્યો આતંક. બે આખલા સરેઆમ રોડ ઉપર લડતા લોકોમાં નાસભાગ મચી હતી. પહેલા રોડ ઉપર પાર્ક કરેલ કારને આ આખલાઓ બાખડતા તોડી અને ત્યારબાદ લડતા લડતા ઇલેક્ટ્રિક લાઈન ની ડી.પી. ના કેબિનેટ સાથે ભટકાયા. અને જ્યારે લોકોએ પથ્થર મારી પાણી છાંટી ભગાડવાની કોશિશ કરતા કરી ત્યારે આ બે આખલા બંને વધુ આક્રમક બન્યા હતા અને લડતા લડતા રોડની બીજી બાજુ જતા એક બાઈક સવારને પાડ્યો હતો. બાઇક ચાલકને ઇજાઓ થઇ તેમ છતાં પણ ઉભો થઇ તે બાઇક સવાર ભાગ્યો હતો. અને તે બાઇકસવારની બાઇકને મોટું નુકશાન પહોંચાડ્યું હતું. તેના લીધે આ રખડતા ઢોર માટે તંત્ર કોઈ નક્કર પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
🅱️reaking : દાહોદના ચાકલીયા રોડ અંડર બ્રિજ પાસે બે આખલાઓએ મચાવ્યો આતંક
RELATED ARTICLES