PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લા LCB એ બોલાવ્યો સપાટો હિરેન પટેલ ચકચારી હત્યા કેસના મુખ્ય આરોપી અમિત કટારાની થઈ ધરપકડ. દાહોદ LCB P.I. બી.ડી. શાહ અને P.S.I. પ્રવીણ મકવાણા એ ટીમ અને પેરોલ ફેરલોની સાથે મળી કરી ધરપકડ.
આજે તા.૩૧/૧૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ ધરપકડ કરતાની સાથે તેને દાહોદ LCB ઓફીસ ખાતે લાવામાં આવ્યો હતો. અને હાલ તેનો કોરોના ટેસ્ટ ચાલી રહ્યો છે. હિરેન પટેલ હત્યા કાંડનો તે મુખ્ય આરોપી છે. અમિત કટારાને તેના ગામ ચિત્રોડિયાથી LCB એ ઝડપી પાડ્યો હતો.
ચાર દિવસ પહેલા આ મામલામાં હત્યાનું કાવતરૂ રચનાર આરોપી ઇમું દાંડ ગુજરાત ATS ના હાથે ઝડપાયો હતો અને તેની ATS દ્વારા સઘન પૂછપરછમાં તેને અમિત કટારાનું નામ કબુલ્યું હતું. જેના આધારે દાહોદ LCB એ આજે ચિત્રોડિયા ગમે છાપો મારી અમિત કટારાને ઝડતી કરી દાહોદ લાવ્યા હતા.