THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ નગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પાલિકામાં ભાજપ એ સ્પષ્ટ બહુમતી મેળવી. ચૂંટણીના પરિણામોના થોડા દિવસો પછી દાહોદમાં આજે તા.૧૭/૦૩/૨૦૨૧ ને બુધવારના રોજ નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે પાલિકા સભાખંડમાં યોજાઈ બેઠક. બેઠકમાં તમામ નગર સેવકો રહ્યા ઉપસ્થિત. પાર્ટીએ આપેલ મેનડેટના આધારે બનાવામાં આવ્યા પ્રમુખ અને ઉપપ્રમુખ
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
આજે સવારે 11 વાગે નગર પાલિકા સભા ખંડમાં દાહોદ પ્રાંત અધિકારી દ્વારા પાર્ટીએ આપેલ મેન્ડેટ જાહેર કરવામાં આવતા પ્રમુખ તરીકે રીનાબેન પંચાલ જાહેર કર્યા હતા જ્યારે ઉપ પ્રમુખ તરીકે અબદી ચલ્લાવાલાને જાહેર કરાયા હતા અને કારોબારી ચેરમેન તરીકે લક્ષમણ લાલાભાઈ રાજગોર જાહેર થયા હતા. અને પક્ષના નેતા રાજેશ શહેતાઈ અને દંડક તરીકે શ્રદ્ધાબેન ભડંગ જાહેર થયા હતા.
નામો જાહેર થતાની સાથે જ પંચાલ સમાજના અગ્રણીઓ પાલિકાએ પહોંચ્યા હતા અને સમાજમાંથી બનેલા મહિલા પ્રમુખને વધાવી લીધા હતા તથા વોહરા સમાજમાંથી ઉપપ્રમુખ તરીકે અબદી ચલ્લાવાલા ને જાહેર કરવામાં આવતા વોહરા સમાજમાં પણ ખુશીની લહેર દોડી ગઈ હતી. નવા પ્રમુખ રીનાબેન પંચાલએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરશે તેવું જણાવ્યું હતુ.