દાહોદની 130 ઝાલોદ વિધાનસભા – ૨૦૨૨ માટે આજે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા ઝાલોદ ભાજપના ઉમેદવાર નું નામાંકન કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભા બેઠક ઉપરથી આજે તા.૧૭/૧૧/૨૦૨૨ ને ગુરુવારના રોજ ૧૩૦ – ઝાલોદ વિધાનસભાના ઉમેદવાર મહેશભાઈ ભુરીયાએ નામાંકન ભર્યું હતું. તેઓ ઝાલોદ વર્તમાન APMC ના ચેરમેન છે. અને ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આજે સવારે લીમડી નજીક ખેડા સબસ્ટેશન પાસેથી મોટી રેલી નીકળી હતી અને ત્યાર બાદ રેલી ઝાલોદ ITI ની સામે સભા સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં એક જંગી સભા યોજાઈ હતી. જેમાં દાહોદ જિલ્લા ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર, ભાવેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા પછી જંગી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ વાજતે ગાજતે ઝાલોદ SDM કચેરીએ પહોંચી અને નામાંકન કર્યું હતું. અને કહ્યું હતું કે આ વખતે બુથ કાર્યકર્તાઓ અને સંગઠનના ચૂંટાયેલા તમામ કાર્યકર્તાઓએ જીત અપાવવાની ખાત્રી આપી છે, ત્યારે અમે આ વખતે પચાસ હાજર થી વધુ લીડ થી અમે જીતીશું અને એક કમળ ઝાલોદ થી ગાંધીનગર મોકલીશું તેવી આશા વ્યક્ત કરી હતી.
વિશેષ નોંધ – કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભાવેશભાઈ કટારા પણ સ્ટેજ ઉપર મહેશભાઈ ભુરીયા સાથે બેઠા હતા અને મહેશભાઈને સમર્થન આપવાની અને જીત અપાવવા ની પૂરે પૂરી ખાત્રી આપી હતી.