- Keyur parmar — executive editor Dahodદાહોદ જિલ્લા પોલીસ મથકે આજે 181 અભયમ મહિલા અને બાળ સુરક્ષા એકમના કન્ટ્રોલ રૂમ ખાતે દાહોદનાજ સ્ટેશન રોડ ઉપર આવેલ દર્પણ સિનેમા રોડ ઉપર એક લગ્ન થવાના છે જે બંને બાળકો સગીર છે અને તેમ છતાં તેઓના લગ્ન થવાના છે. તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી.આ માહિતી મળતાં ની સાથેજ 181 અભયમ દ્વારા દાહોદ ટાઉન પી.આઈ K. G. Patel નો સંપર્ક કરી પોલીસ ની મદદ માંગતા દાહોદ ટાઉન પી.આઇ તથા સ્ટાફ ના માણસોએ દાહોદ જિલ્લા પોલીસવડા પ્રેમ વીર સિંહ નું માર્ગદર્શન લઈ ઘટના સ્થળે સ્ટાફ સાથે પહોંચી જઇ કાયદા ની રુએ આ બાળ લગ્ન થતા અટકાવી અને કાર્યવાહી પુરી કરી હતી.આમ દાહોદ 181 અભયમ દ્વારા મહિલાઓ સબંધિત કાર્યવાહી તો કરવામાં અવેજ છે પરંતુ આજે આ બાળ વિવાહ અટકાવી અભયમ અને ટાઉન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી.
181 અભયમ એ દાહોદ ટાઉન પોલીસ ની મદદ થી બાળ વિવાહ અટકાવ્યા
RELATED ARTICLES