બ્રેકિંગ દાહોદ : દાહોદના મંગલમહુડી સ્ટેશન નજીક ફરી ટ્રેન વ્યવહાર બંધ. OVER HEAD Cable તુટી જતા ફરી મુંબઈ – દિલ્હી Up અને down લાઈન મુખ્ય ટ્રાફિક રોકાયો. અવંતિકા એક્સપ્રેસ દાહોદ થી નીકળી અને મુંબઈ જતી હતી તે વખતે થયો અકસ્માત. Up જતી અવિંતકા એક્સપ્રેસ ના એન્જિન ઉપર OHE કેબલ તૂટી ગયો હતો. જેના કારણે ઇલેક્ટ્રિક લાઈનો ઉપર અસર થતાં બંને ટ્રેક બંધ થયા હતા.
દાહોદ રેલવે અધિકારીઓ ના જણાવ્યા મુજબ દાહોદ થી emergency van ઘાટના સ્થળ ઉપર જશે અને ત્યાંથી પેહલા અવંતિકા દાહોદ નજીક સ્ટેશન ઉપર લેવામાં આવશે પછી કેબલ રિપેર થશે. 13 દિવસ અગાઉ જ્યાં અકસ્માત થયો હતો એજ સ્થળે બની ઘટના
જયપુર – મુંબઈ એક્સપ્રેસ, અવંતિકા, જબલપુર સોમનાથ, ગરીબ રથ અને રાજધાની આ તમામ ટ્રેનો રસ્તામાં રોકી દેવામાં આવી છે. હાલ રેલ્વેની ટીમ કામે લાગી છે. સદનસીબે કોઈ જાનમાલ ની હાની નથી થઈ. હાલ Up – down ટ્રેક બાધિત થયાને એક કલાક થી વધુ સમય થઈ ગયો છે. અધિકારીઓ નું કેહવુ છે કે એકાદ કલ્લકમા લાઈન ફરી શરૂ થશે. રાત્રે 1.55 મિનિટે ત્રણ ટ્રેનો સોમનાથ જબલપુર, અમદાવાદ ગોરખપુર અને શાંતિ એક્સપ્રેસ ડાઈવર્ટ કરવામાં આવી છે.