ગરબાડામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામલોકોએ પડતર પ્રશ્નોની રજૂઆત કરી

0
562

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

  વિભાગીય કક્ષાની ચોથા તબક્કાની ગ્રામસભાના આયોજનના ભાગરૂપે આજરોજ ગરબાડા ખાતે ચામુંડા મતાજીના મંદિરે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રસિંહ રાઠોડ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કક્ષાએથી માર્ગ એન્ડ મકાન વિભાગ દાહોદના કાર્યપાલક ઇજનેર શેઠ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

        ગ્રામસભામાં ગામલોકો દ્વારા ગઈ ગ્રામસભામાં રજૂ કરેલ ગામના પડતર પ્રશ્નો જેવા કે, પાણી, પીવાનું પાણી, રસ્તા, ભૂગર્ભ ગટર, ગામમાં નવી પાણીની લાઇન, ટ્રાફિક પોલિસ પોઈન્ટ, બસ સ્ટેશન, પિકઅપ સ્ટેન્ડ વિગેરે પડતર પ્રશ્નોનું આજદિન સુધી કોઈ નિરાકરણ ન આવતા ગામલોકો દ્વારા ગામના વણઉકેલાયેલા પડતર પ્રશ્નો બાબતે ફરી એકવાર રજૂઆત કરવામાં આવી હતી.

        અત્રે ઉલ્લેખનીય છે કે, ગરબાડા ગામમાં પાણીની સમસ્યા વર્ષોથી છે. જે સમસ્યાનું કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવેલ નથી અને પાણીની સમસ્યા આજદિન સુધી હલ થયેલ નથી. ગરબાડા ગામને પાણી પૂરું પાડવા માટે મોહણખોબ પાણી પુરવઠા યોજના કરોડોના ખર્ચે બનાવવામાં આવી પરંતુ આ યોજનાને અંદાજિત પાંચ થી છ વર્ષ થવા આવ્યા હોવા છતાં આ યોજના આજદિન સુધી અધૂરી હોવાથી ગ્રામ પંચાયતે આ યોજનાનો ચાર્જ હજુ સુધી લીધેલ નથી અને આ યોજનાની પાઇપલાઇનમાં અસમાજિક તત્વો દ્વારા વારંવાર ભંગાણ કરવામાં આવતું હોવાથી ગામલોકોને પાણી પુરવઠો નિયમિત રીતે મળતો નથી જેના કારણે લોકોને નછૂટકે રૂપિયા ૩૦૦ થી ૪૦૦ ખર્ચી ટેન્કરો નંખાવવા પડે છે.

        તેવીજ રીતે ભૂગર્ભ ગટરની વાત કરીયે તો ગરબાડા ખાતે ભૂગર્ભ ગટર યોજનાને પણ આશરે ત્રણેક વર્ષ થવા આવ્યા પરંતુ આ યોજના પણ હજી સુધી અધૂરી છે અને આજદિન સુધી કાર્યરત કરવામાં આવી નથી. ગરબાડામાં રસ્તાઓ પણ ભૂગર્ભ ગટર યોજનાને લીધે તૂટેલી હાલતમાં અને ઉબડખાબડ છે. ગરબાડામાં બસ સ્ટેશન કે પિકઅપ સ્ટેન્ડ નથી જેના કારણે લોકોને મુસાફરી કરવા ક્યાં ઊભું રહેવું તે એક મોટો પ્રશ્ન છે. આમ અનેક ગરબાડા ગામના વણઉકેલાયેલા પડતર પ્રશ્નોની રજૂઆત આજની ગ્રામસભામાં કરવામાં આવી હતી.

        ગ્રામસભામાં એજન્ડા મુજબ સરકારશ્રીની વિવિધ યોજનાઓની ચર્ચા કરીને સમજ આપવામાં આવી હતી  જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૧૩ હેઠળ અગ્રિમતા ધરાવતા કુટુંબોને આવરી લવાયેલા છે તેની ઓનલાઇન મુકાયેલી યાદીની તથા નાગરીક અધિકાર પત્ર હેઠળ પંચાયત કક્ષાથી થયેલ નિકાલની કામગીરી જણાવી હતી તથા કેન્દ્ર સરકારની જનધન યોજનામાં હેઠળ ખાતા ખોલવા હિમાયત કરવામાં આવી હતી તથા સરકારશ્રીની અન્ય યોજનાઓની વિષે માહિતી ગરબાડા ગ્રામ પંચાયતના તલાટી મહેન્દ્રભાઇ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી તથા નરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીની પણ માહિતી આજની ગ્રામસભામાં આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here