ગરબાડામાં હાલમાં ભાજપનાં ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યનું ભાજપના માજી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા અપહરણ કરાતા પોલીસે તેમની ધરપકડ કરી

0
819
Priyank new Passport PicNewstok24 – Priyank  chauhan – Garbada

હાલમાં યોજાયેલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ગરબાડા.૨ સીટ ઉપર વિજેતા થયેલ ભાજપના તાલુકા પંચાયત સભ્યનું ગરબાડા તાલુકા પંચાયતના ભાજપનાજ માજી પ્રમુખ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે. જે બાબતે અપહ્યતના પુત્ર નામે કલ્પેશભાઇ પ્રતાપભાઈ બામણીયા દ્વારા ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

        પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, APMC ગરબાડાની ચેરમેન પદની બીજા ટર્મની ચૂંટણી તારીખ ૧૮/૧૨/૨૦૧૫ ના રોજ યોજવાની છે. તે પૂર્વે નવાફળીયાના સરપંચ કલ્પેશભાઇ પ્રતાપભાઈ બામણીયા તથા હાલમાં યોજાયેલ ગરબાડા તાલુકા પંચાયતની ચુંટણીમાં ગરબાડા.૨ ઉપરથી ચૂંટાયેલ ભાજપના તાલુકા પંચાયત સભ્ય પ્રતાપભાઈ ભગાભાઈ બામણીયા તારીખ.૧૬/૧૨/૨૦૧૫ ના રોજ ગરબાડાના જોહાધેડ ફળિયામાં એક સામાજિક કાર્યક્રમમા હાજરી આપવા માટે ગયેલા. આ કાર્યક્રમમાં ઝરીબુઝર્ગ ગામના કળસિયા ફળીયાના ભાજપના ગરબાડા તાલુકા પંચાયતના માજી પ્રમુખ કમલેશભાઈ દિતાભાઈ માવી, ગંગારામ, મુકેશભાઈ છગનભાઇ માવી, ડેપ્યુટી સરપંચ સવિયાભાઈ સંગોડ તથા અન્ય ૧૦ માણસોએ પણ આવેલ હતા. કાર્યક્રમ પત્યા બાદ સાંજે ૭:૦૦ વાગ્યાના સુમારે ભાજપના માજી તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ દિતાભાઈ માવી, ગંગારામ, મુકેશભાઈ છગનભાઇ માવી, ડેપ્યુટી સરપંચ સવિયાભાઈ સંગોડ તથા અન્ય ૧૦ માણસોએ એકસંપ થઈ પ્રતાપભાઈ ભગાભાઈ બામણીયા સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી ખેંચીને કમલેશભાઈ માવીની લાલ કલરની તાવેરા ગાડી નંબર જીજે.૧૭.એન.૫૬૨૨ નંબરની ગાડીમાં પ્રતાપભાઈ ભગાભાઈ બામણીયાનું અપહરણ કરીને ફરાર થઈ ગયેલ છે.

        આ અપહરણની ઘટના સંદર્ભે પ્રતાપભાઈ ભગાભાઈ બામણીયાના પુત્ર નામે કલ્પેશભાઇ પ્રતાપભાઈ બામણીયાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ફર્સ્ટ ગુ.ર.નં.૧૨૬/૧૫ ઇ.પી.કો.કલમ ૧૪૩, ૩૬૫, ૫૦૪ મુજબ આ કામના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધારેલ છે.તે ફરિયાદનાં અનુસંધાને ગરબાડા પોલીસે આજરોજ બપોરે ૧:૦૦ વાગ્યાના સુમારે ગરબાડા તાલુકા પંચાયતના ભાજપના માજી પ્રમુખ કમલેશભાઈ દિતાભાઈ માવીની ગરબાડા APMCઓફિસ પાસેથી ધરપકડ કરી પોલિસ સ્ટેશનમાં લઈ જઇ વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here