ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં જામ થયેલી ગટરોની બરાબર સફાઈ કરાવી ગટરો ખુલ્લી કરાતા લોકોમાં આનંદ

0
642

      Priyank new Passport PicNewstok24 – Priyank Chauhan – Garbada

  ગરબાડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નગરની ગટરોની સફાઈ તો કરવામાં આવે છે પરંતુ વ્યવસ્થિત રીતે કરવામાં આવતી ન હતી ફક્ત ઉપરછલ્લી ગટરોની સફાઈ કરવામાં આવતી હતી. જેના કારણે ગટરો વારંવાર જામ થઈ જવાના લીધે ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર આવી જાય છે.IMG-20151029-WA0207

       પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી ગ્રામ પંચાયત ગરબાડા દ્વારા ગ્રામ પંચાયતના સફાઈ કામદારો તેમજ મજૂરો મારફતે આખા ગામની ગટરોની બરાબર સફાઈ કરાવી જામ થયેલી ગટરો ખુલ્લીકરાવવામાં આવી રહી છે. ગટરોમાંથી નીકળેલો ઠગલાબંધ કાટમાળતથા ગટરોની સફાઈ કરતાં કામદારો તસવીરમાં નજરે પડે છે.

       આમ, ગરબાડા નગરમાં ગટરો વર્ષોથી જામ થયેલી હતી જે ગટરોની વર્ષો બાદ બરાબર સફાઈ થતાં નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી છે અને ગ્રામ પંચાયત દ્વારા આવી રીતે ગટરની સફાઈ નિયમિત કરાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here